ટીપ્સ ફ્રોમ મોમ

ગરમીના દિવસો શરૂ થઈ ગયાં છે ખૂબ જ તાપ પડવા લાગ્યો છે અને ગરમીથી ત્રાહીમામ્ થઈ જાય છીએ ત્યારે ઠંડક માટે આઈસક્રીમ કુલફી વગેરે ખાવાની નાના-મોટા સૌને મોજ પડે છે ત્યારે આજે ટીપ્સ ફ્રોમ મોમ માં પોપ્સીકલ્સ બનાવવાની કેટલીક ટિપ્સ ખાસ તમારા માટે.
* ખટ્ટી મીઠી પોપ્સીકલ્સ
સામગ્રી: 3 કાચી કેરી 3 ટેબ.સ્પૂન સાકરનો ભૂકો ,1/4કપ ફુદીનો, મીઠું સંચળ
રીત: કાચી કેરીની છાલ ઉતારી પીસકરી લો, તેમાં ફુદીનો,સાકરનો ભૂકો મીઠું સંચળ મિક્સ કરી મિક્સરમાં પીસી લો થોડું પાણી નાંખી પેસ્ટ મુજબ જરૂર હોય તો ફરી સાકર નાખી કેન્ડીના મોલ્ડમાં મારી ફ્રીઝરમાં મૂકી દો પાંચથી છ કલાક બાદ મોલ્ડમાંથી કાઢી લો તમારી ખટ્ટી મીઠી ઠંડી ઠંડી પોપ્સીકલ્સ તૈયાર
* ટ્રાઇ કલરપોપ્સીકલ્સ
સામગ્રી: 2 કપ સ્ટોબેરી ના પીસ, 2 કપ કિવિના પીસી સ તથા 2 કપ મેંગોના પીસીસ લો.
રીત: ત્રણેને અલગ અલગ પીસી લો. પાણી નાખવાનું નથી.ત્યારબાદ જરૂર મુજબ સાકર નાખો. અને ત્યારબાદ મોલ્ડમાં સૌપ્રથમ કેરીનો પલ્પ ત્યારબાદ રેડ અને ઉપર ગ્રીન એ રીતે ત્રણે એક પછી એક ભરી દો. અને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દો કોઈપણ ત્રણ કલર્સના ફ્રૂટ્સ લઇ શકાશે.જેમાં રેદ માટે વોટરમેલન, સ્ટ્રોબેરી લઈ શકાય ગ્રીન માટે કાચી કેરી,ગ્રેપ્સ તથા કિવી લઇ શકાય. અને યલો માટે પાઈનેપલ અને મેંગો લઇ શકાય.સ્વાદમાં અને હેલ્થ માટે પણ બેસ્ટ છે.
* મિક્સ ફ્રુટ પોપ્સીકલ્સ
સામગ્રી: 3 પીસ સ્ટ્રોબેરી,1કીવી,1 ગ્લાસ પાણી,2 ચમચી સાકાર,1/4 ચમચી મીઠું
રીત: સ્ટ્રોબેરીની સ્લાઈસ કરી લો કીવીની પણ બે પીસ કરી
સ્લાઈસ કરી લો પાણીમાં મીઠું સાકર અને લીંબુ મિક્ષ કરી લો
ત્યારબાદ મોલ્ડમાં સ્ટ્રોબેરી કીવીની સ્લાઈસ મૂકી દો. ત્રણ-ચાર પીસ મૂકી તેના પર મીઠું લીંબુવાળું પાણી રેડી દો ત્યારબાદ ફ્રિઝમાં સેટ
કરવા મુકો આ મિક્સ ફ્રૂટ્સમાં કોઈપણ ફ્રૂટ્સ લઈ શકાય છે મેંગો દ્રાક્ષ એપલ વગેરે તથા પાણીના બદલે નાળિયેર પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે.
* મેંગો પોપ્સીકલ્સ
સામગ્રી: 3 પાકી કેરી,4 કેળા, સ્વાદ અનુસાર ખાંડ
રીત: કેરીના પીસ કરી ખાંડ નાખી મિક્સરમાં ફેરવી લો એ જ રીતે કેળાના પીસ કરી ખાંડ નાખી મિક્સરમાં ફેરવી લો. સૌપ્રથમ મોલ્ડમાં કેરીનો પલ્પ મૂકો ત્યારબાદ કેળાનો પલ્પ મૂકો અને છેલ્લે ફરીથી કેરીનો પલ્પ મૂકો.અને ફ્રીઝરમાં સેટ કરવા મુકો.ડબલ કલરમાં દેખાવમાં પણ સુંદર લાગશે અને સ્વાદમાં પણ સરસ લાગશે.
* ફ્રેશ ફ્રૂટ્સ ન હોય તો રોઝ,પાઈનેપલ,કાલાખટા,બ્લ્યુ લગન,લીચી વગેરે સિરપમાં પાણી મિક્સ કરીને પણ બનાવી
શકાય છે.
આમ અલગ અલગ ટેસ્ટ તેમજ જુદા જુદા કોમ્બિનેશન કરીને પોપ્સીકલ્સ બનાવી ઠંડીમાં મજા માણી શકાય છે.