કુકિંગ ટાઈમ

રો મેંગો પુલાવ
સામગ્રી:
1 કપ ચોખા
1 કપ કાચી કેરી બારીક સમારેલી
1/4 ચમચી હળદર પાવડર
1 ચમચી આદુ મરચાની પેસ્ટ
1 લીલું મરચું ઝીણું સમારીને
2 આખા સૂકા લાલ મરચા
ચપટી હિંગ
તમાલપત્રના પાન
1 નાની ચમચી રાઈ
સ્વાદાનુસાર મીઠું, ઘી અથવા બટર
થોડા કાજુ કિસમિસ
પદ્ધતિ:
* સૌ પ્રથમ ચોખાને ધોઈ છૂટા ભાત બનાવો
* ગેસ પર એક વાસણમાં ઘી અથવા બટર ગરમ કરો. તેમાં આખા લાલ મરચા, તમાલપત્ર, હિંગ,આદુ મરચાની પેસ્ટ નાખી મધ્યમ આંચ પર ફ્રાય કરો.
* જ્યારે રાઈ તતડવા લાગે તો લીલા મરચા નાખો. હવે તેમાં કેરીના ટુકડા અને હળદર પાવડર મિક્સ કરી ઢાંકી દો.
* તેને 2 થી 3 મિનિટ સુધી રાંધો. ત્યારબાદ ભાત અને મીઠું મિક્સ કરો.
* ભાત પર થોડું પાણી છાંટી તેને ધીમી આંચ પર 2 થી 3 મિનિટ સુધી રહેવા દો.
હવે ભાતને હલાવીને ગેસ બંધ કરી દો. તૈયાર છે કાચી કેરીનો પુલાવ.
* તેને કોથમીર અને કાજુ કિસમિસ વડે ગાર્નીશ કરી સર્વ કરો.
રો મેંગો સબ્જી
સામગ્રી:
કાચી કેરી : 2મધ્યમ માપની
વરિયાળી : 1 ચમચી
રાઈજીરું : 1/2 ચમચી
મીઠું : પ્રમાણસર
હળદર : 1/2 ચમચી
ગોળ : 1 ચમચો
હીંગ : ચપટી
મરચું : 1 ચમચી
ધાણાજીરું : 1 ચમચી
કોથમીર
પદ્ધતિ:
* પ્રથમ કાચી કેરી ધોઈને તેના મોટા ટુકડા કાપવા. એક તપેલામાં મેથી અને 1 ગ્લાસ પાણી નાખી ઉકાળવા મૂકવું.
* 2 મિનિટ પછી તેમાં કેરી અને વરિયાળી નાખવી. કેરી થોડી નરમ પડે ત્યાં સુધી ઊકળવા દેવું.
* ત્યારબાદ તપેલી ઉપર ઢાંકણ રાખી પાણી નિતારી લેવું. વરિયાળી અને મેથી અંદર જ રહેવા દેવી.
* પછી તેમાં બધો મસાલો અને ગોળ નાખવો.
* તેલમાં રાઈ, જીરા અને હીંગનો વઘાર કરી કેરી વઘારી લેવી. 2 મિનિટ ધીમા તાપે ઢાંકીને રહેવા દેવી. પછી હલાવીને 1 મિનિટ પછી શાક ઉતારી લેવું.
* પછી કોથમીર છાંટી ગરમા ગરમ રોટલી,પરોઠા સાથે સર્વ કરો.