કાચી કેરીના મીઠા ગુણ: અનેક બિમારીમાં કારગત । કાચી કેરી સ્પેશ્યિલ

કાચી કેરી અનેક ગુણો ધરાવે છે તેનુ શરબતથી લઇને અનેક વિધ વાનગી બનાવી શકાય છે જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે કાચીકેરી સ્વાદ વધારવામાં અથાણા વગેરેમાં ઉપયોગી છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે તેમજ અનેક શારિરીક તકલીફો કાચી કેરથી દૂર થાય છે.
કાચી કેરીમાં વિટામિન-સી તથા વિટામિન-બી વધુ પ્રમાણમાં હોય છે. કાચી કેરીની સુગંધ અને ખાટા, તુરા રસ અને પાચક ગુણોને કારણે પાચનને લગતી બીમારીઓમાં આ કેરીનો ઉપયોગ ફાયદાકારક પુરવાર થાય છે.
* કાચી તેમજ પાકી બંને કેરીમાંથી નીકળતી ગોટલીને પીસીને સાકર અને જીરું સાથે ખાવાથી ગરમીથી થતા ડાયેરિયા મટે છે. પ્રેગ્નન્સીમાં અપચાને કારણે થતા ડાયેરિયામાં ગોટલીનું અને ધાણાનું ચૂર્ણ સાકર સાથે આપવાથી મોટાભાગે બીજી દવાઓ આપવી નથી પડતી.
* ગોટલીનો મુખવાસ તરીકે ઉપયોગ લેવાય છે, જે ઊલ્ટી, અતિસાર, હૃદયમાં થતી બળતરા દૂર કરે છે.
કેરીમાં ફયબર તેમજ પેકિટન અને વિટામિન-સી ના કારણે લોહીમાં ખરાબ કોલેસ્ટરોલ જમા થતું નથી.
* સાકર અથવા ગોળ ઉમેરેલી કાચી કેરીના બાફેલા માવામાં એલચી, કેસર ઉમેરીને ખાવાથી પિત્તદોષ તેમજ પાચન નબળું હોય તેવા દર્દીઓ માટે દવાનું કામ કરી શકે છે. આ પીવાથી ભૂખ ઉઘડે છે, કબજિયાતમાં ફાયદો થાય છે, ગેસ થતો નથી. કેરીમાં સાકર મિક્સ કરવાથી પિત્તની સમસ્યા હોય તો એમાં ફાયદો કરે છે.
* કાચી કેરીના બાફેલા માવામાં શેકેલું જીરું, કાળા મરીનો પાઉડર ઉમેરીને ખાવાથી, પેટમાં આફ્રો ચઢવો, ભૂખ ન લાગવી વગેરે જેવા રોગોમાં ફયદો થાય છે.
* કાચી કેરીમાંવિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી.
* એસિડિટીની ફરિયાદમાં બપોરના ભોજનમાં કાચી કેરીનુ સેવન કરવું જોઇએ.
* કાચી કેરી લિવરની કામગીરીને સુધારવાનો એક કુદરતી ઉપાય છે. લિવરમાં પિત્ત અને એસિડના કારણે અનેક જાતના રોગ થાય છે. કાચી કેરી આંતરડામાં થતા સંક્રમણને પણ દુર કરે છે.
* કાચી કેરીથી ફક્ત પેઢા જ નહીં
દાંત પણ સાફ થાય છે. કાચી કેરીની
ગોટલી કે તેનો પાવડર દાંત પર ઘસવાથી દાંત ચમકીલા બને છે. અને દાંત લાંબા સમય સુધી મજબૂત રહે છે. તેમજ મોઢામાંથી આવતી શ્ર્વાસની દુર્ગંધ પણ દુર થાય છે.
* કાચી કેરી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવામા પણ ઉપયોગી છે.
* કાચી કેરીમાં વિટામીન સીની માત્રા વધુ હોવાથી લોહીના વિકાર સામે લડવામાં મદદ મળે છે. રક્ત વિકારની સમસ્યાને કાચી કેરીના સેવનથી દુર કરી શકાય છે.