‘મિનરલ વોટર’ના ગંદાં વેપાર સામે આરોગ્ય ટીમના ‘દરોડા’

ગુજરાત મિરર અહેવાલનો પડઘો, અંતે તંત્ર હરકતમાં આવ્યું: ઠેર-ઠેર ચેકિંગ ઝુંબેશ અમર ડ્રિન્કીંગ વોટર અને પટેલ વોટર સેલ્સમાં નિયમોનું પાલન નહીં કરવામાં આવતા વેચાણ સ્થગિત કરવામાં આવ્યું  રાજકોટ તા.2
રાજકોટમાં મિનરલ વોટરનો ગંદો વેપાર ચાલી રહ્યો હોવાનો અહેવાલ ગુજરાત મિરર પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું અને આજે નિયમોને ભંગ કરનાર પાણીનાં ધંધાર્થીઓ ઉપર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડતાં વેપારીઓમાં હડકંપ મચી ગયો હતો. પાણીનાં નિયમોનું પાલન નહીં કરનાર સોરઠીયા વાડી પાસે પટેલનગર -2માં આવેલ પ્રવિણભાઇ વરસાણીની માલીકીનું અમર ડ્રેન્ડીંગ વોટરમાં અને મિતેશ પીપળીયાના પટેલ વોટર સેલ્સમાં આરોગ્ય ટીમના ડો.પંકજ રાઠોડ સહિતની ટીમે ચેકીંગ હાથ ધર્યુ હતું.
જેમાં નિયમોનું કોઇ પાલન નહી કરવામાં આવતા નોટીસ પાઠવવામાં આવી હતી તે ઉપરાંત નિયમોનું પાલન ન કરતા હોવાથી સ્થગિત કરેલ છે. ઉનાળાની ઋતુ દરમ્યાન શહેરમાં સૌથી વધારે પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળો ફેલાતો હોય છે. પાણીજ્ય રોગચાળાને આરંભમાં જ અટકાવી દેવા રાજકોટ મનપાની આરોગ્યની ટીમે દરોડાનો દોર શરૂ કરી નિયમોનો ભંગ કરનાર સામે લાલ આંખ કરી છે. આરોગ્યની ટીમે બરફના ઉત્પાદન કેન્દ્રો વેચાણ કેન્દ્રો, મીનરલ વોટર, ડ્રીન્કીંગ વોટર, બરફના ગોલાના વેપારીઓ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ચુસ્ત પણે પાલન કરવાનો આક્ષેપ આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જો ગડબડ બહાર આવશે તો ત્યાં સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. મિનરલ વોટર, પેકેજ ડ્રિન્કીંગ, પાણીના જગના ઉત્પાદકોએ શું પાલન કરવું  બીઆઈએસનું લાઈસન્સ ધરાવનાર, પાણીના પાઉચ, પેકેઝડ ડ્રીકીંગ વોટર ઉત્પાદન કેન્દ્રોએ બીઆઈએસનું રીન્યુઅલ સર્ટી અવશ્ય ટાળવું.
 ઉદ્યોગમાં લેવાતા પાણીના સ્ત્રોતનું બેકટરિયાલોજપૂર્વક તથા કેમિકલ પરિક્ષણ કરાવવું.
 સાધન સામગ્રીનું રેઠર્ડ મેઈન્ટેઈન કરવું.
 કેરબા, બોટલનો ઉપયોગ કરતા પહેલા ગરમ સાફ પાણીની છોઈ, સુકા કરી ઉપયોગ કરવો.
 શુધ્ધીકરણ માટે ઉપયોગમાં લેવાતી પાઈપલાઈન આરોગ્યપ્રદ રાખવી.
 ટાઈલ્સ ચોખ્ખી રાખવી.
 લુઝ પાણી, પવિત્ર પાણી, રેકપ વોટર, શુધ્ધ પાણી, આરોગ્યપદ પાણી જેવા છેતરામણા નામે વેચાણ ન કરવું. છૂટક બરફનું વેચાણ કર્તાઓએ શું ધ્યાન રાખવું
 જે આઈસ ફેકટરીમાંથી બરફ ખરીદેલ હોય તેનું બિલ સાથે રાખવું
 બરફના ટ્રાન્સ્ફોટેશન તથા સ્ટોરેજમાં આરોગ્યપ્રદ સ્થિતિ રાખવી ક્ષ બરફનો સંગ્રહ આઈસબોકસ અથવા યોગ્યપાત્રમાં રાખવો, કોથળાનો ઉપયોગ કરવો નહીં. આઈસ ફેકટરીના સંચાલકોએ શું ધ્યાન રાખવું
 બરફ બનાવવામાં ઉપયોગમાં લેવાતા પાણીનું બેકટેરિયોલોજીકલ તથા કેમીકલ પરિક્ષણ કરાવવું, ઉનાળામાં દરરોજ 11 દિવસે પરિક્ષણ કરવાનું.
 પાણીનું યોગ્ય રીતે કલોરીનેશન તથા શુધ્ધિકરણ કર્યા બાદ પાણીનો બરફ બનાવવા માટે ઉપયોગ કરવો.
 બરફ બનાવવા માટેના ક્ધટેઈનર કાટ વિનાના સ્વચ્છ રાખવા.
 ફેકટરીમાં કામગીરી કરતા વર્કરોનું મેડીકલ ફિટનેસનું સર્ટિફિકેટ રાખવું.
 ઈન્ડસ્ટ્રીઅન બરફનો ઉત્પાદન કરનાર આઈસ ફેકટરીના ઉત્પાદકારો આ બરફનો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ ન કરવો તેવું બોર્ડ મારવું.