પોરબંદરમાં પુત્રના હાથે માતાની હત્યા

કોઇ કારણોસર બોલાચાલી થયા બાદ માનસિક અસ્થિર મગજના પુત્રે માતાનું માથું અફડાવી મોતને ઘાટ ઉતારી દીધી; આરોપીની શોધખોળ શરૂ કરતી પોલીસ પોરબંદર તા,28
પોરબંદરના ખાટકીવાડ વિસ્તારમાં માનસિક અસ્થિર પુત્રએ માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે આ બનાવમાં બન્નેની માનસિક હાલત સ્વસ્થ નહીં હોવાનું પોલીસને જણાવાયું હતું.
બનાવની વિગત એવી છે કે, ખાટકીવાડના ખતીજાબેન હલીમામદ રૂંજા નામની મહીલા છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે અસ્થિર હતી અને તેનો પુત્ર મુસ્તાક પણ તેવી જ રીતે માનસિક રીતે અસ્થિર હતો. બન્ને વચ્ચે કોઇ કારણોસર બોલાચાલી થયા બાદ એકબીજા સાથે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પુત્ર મુસ્તાકે માતા ખતીજાબેનનું માથુ અફડાવતા તેમનું ગંભીર ઇજા થવાથી મોત
નિપજયું હતું.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે.