સિવિલ હોસ્પિટલના પૂર્વ કોર્પોરેટર પર હુમલો કરી લુંટના ગુન્હામાં એક આરોપી ઝબ્બે


રાજકોટ તા,26
રાજકોટની સરકારી હોસ્પિટલમાં પૂર્વ કોર્પોરેટર પર હુમલો કરી ત્રણ શખ્સો લૂંટ ચલાવી નાશી ગયા હતાં જે અંગે ગુન્હો દાખલ થયા બાદ આરોપીઓ આજદિન સુધી નાસતા ફરતા હોય તે પૈકીનો એક માથાભારે શખ્સ કોઠારીયા રોડ પર હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.
રાજકોટ પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા પર થોડા સમય પૂર્વે સરકારી હોસ્પિટલમાં ત્રણ લુખ્ખા અને માથાભારે શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હતી. જે અંગે પ્ર.નગર પોલીસે ગુન્હો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ આરોપીઓનો પતો લાગતો ન હતો. દરમ્યાન આ મારામારી લૂંટની ઘટનામાં સંડોવાયેલ નામચીન શખ્સ મહાત્માગાંધી સોસાયટી 1માં રહેતો અશોક ગોવિંદભાઇ સીંધવ હાલ કોઠારીયા રોડ દેવપરા ચોક પાસે હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના જગામાલભાઇ કૃપાલસિંહ મયુરભાઇને મળતા પીએસઆઇ કાનમીયા સહીતના સ્ટાફે દેવપરા ચોકમાં દોડી જઇ અશોક સીંધવને ઝડપી લીધો હતો. બાદમાં પ્ર.નગર પોલીસને હવાલે કર્યો હતો. આ શખ્સ અગાઉ પણ પ્રોટીબીશન મારામારી અપહરણ રાયોટીંગ લૂંટ જેવા ગુન્હામાં ઝડપાઇ ચુકેલ છે. અને પાસાની હવા પણ ખાઇ આવી ચુકેલ છે. વધુ તપાસ પ્ર.નગર પોલીસે હાથ ધરી છે.