‘કિંગ ઓફ ફ્રૂટ’ કેરી ખાતા ચેતજો, પેટમાં જાય છે ‘બિમારી’

મોટાભાગનાં વેપારીઓ કાર્બાઈડથી પકાવે છે કેરી, છતાંય તંત્ર એક બે દરોડા પાડી સંતોષ માની લે છે દરોડામાં જથ્થો તો પકડાય છે પરંતુ વેપારી સામે કડક પગલા કેમ નહીં ! રાજકોટ, તા. 26
જેને જોઈને જ મોંઢામાં પાણી છુટે અને મન ‘રસ’થી ભરાઈ જાય તે ‘કિંગ ઓફ ફૂટ’ એટલે કે કેરી ઉનાળામાં તો રાષ્ટ્રીય વાનગીનો દરજજો ભોગવે છે પરંતુ નફાખોર વેપારીઓ આ મધુર ફળને પણ ભેળસેળની કડવાશ બને તેને પકવવાના અનેક કારણથી બિમારીનું માધ્યમ બનાવે છે.
વધારે કેરી બજારમાં આવે, જલદી પાકે, ઝડપથી વેચાય તે માટે વેપારીઓ આ વર્ષ પણ કેરી પકવવા માટે કાર્બાઈડનો ઉપયોગ બેફામ કરે છે અને આ ઝેરી પદાર્થની મદદથી પાકેલી કેરીનો સ્વાદ તો જીભે રહી જાય છે પરંતુ ઝેરીલા જીવાણુ પેટમાં ઉતરે છે જે અનેક રોગના વાહક બની જાય છે.
રાજકોટ શહેરમાં તંત્રની મીઠી નજર નીચે જ કેરીના વેપારીઓ કાર્બાઈડનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યુ છે. અને રાજકોટ મહાપાલીકાની આરોગ્ય વિભાગે શુક્રવારે દરોડો પાડી તે ઝડપી પણ પાડયું હતું. પણ આરોગ્ય વિભાગે એકાદ દરોડાથી સંતોષ માની લેવો યોગ્વ નથી સતત આવા વેપારીઓને પકડી તંત્ર કડક સજા કરાવે તો જ આવી પ્રવૃતિ અટકશે. પરાબજાર, જયુબેલી માર્કેટ કે પછી સદર બજાર કે ભકિતનગર સર્કલ નવાગામ અને મવડી ચોકડી, પાસે વેચાતી કેરીઓમાં ઝેરથી પણ અતિ ઘાતક એવા કાર્બાઈડનો ઉપયોગ થઈ રહ્યો છે.
છતાંય તંત્ર હજુ જેવી જોઈએ તેવી કાર્યવાહી કરવામાં નિષ્ફળ નિવડયું છે. શહેરમાં કેરીની સીઝનમાં સૌથી વધુ કેસર અને હાફુસ કેરીની મોટા પ્રમાણમાં ડિમાન્ડ રહેતી હોવાથી નફો રળી લેવાના ઉદેશથી મોટા ભાગનાં વેપારીઓ કેરી પકવવા માટે કેમિકલનો ઉપયોગ કરે છે. આ અંગે દર વર્ષે રાજકોટ મહાપાલીકાનું આરોગ્ય તંત્ર અનેક દરોડાઓ પાડે છે અને કાર્બાઈડનો મોટો જથ્થો પકડે છે આ કેમિકલ લોકોને રોગ આપી આપી જાય છે તે જોતા માત્ર જથ્થો જ પકડવામાં આવે છે કોઈ કાર્યવાહી કેમ નહીં?
શહેરીજનોનાં આરોગ્ય સાથે ઉખાડા ચેડા થઈ રહી છે તેને ધ્યાને રાખી એકાદ વેપારીને સજા ફટકારશે તો જ આ દુષણ અટકશે. જલ્દી નફો મેળવી લેવા કેરી પકવવા માટે કેમિકલનો ઉપયોગ થાય છે, નાગરીકોના સ્વાસ્થ્ય સાથે ઉઘાડા ચેડા આ ઝેરી પદાર્થની મદદથી પાકેલી કેરીનો સ્વાદ તો જીભે રહી જાય છે પરંતુ મીઠુ ઝેર પેટમાં ઉતરે છે વખારમાં દરોડો પડે તો દુષણ આવતુ અટકે શહેરનું તંત્ર માત્ર નાના વેપારીઓ પાસે જઈ કાર્બાઈડ જપ્ત કરી સંતોઈષ માને છે પરંતુ તંત્રએ જયાં કેરી રાખવાના ગોડાઉન છે ત્યાં જઈ દરોડા પેડે તો કાર્બાઈડનો મોટો જથ્થો મળી શકે તેમ છે અને દુષણના મુળ સુધરી જાય તો કાર્બાઈડ આવતુ બંધ થાય. કાર્બાઈડથી શું નુકશાન થાય કાર્બાઈડથી પકાવેલી કેરી ખાવાથી પહેલા તો કેરીનું મુળ ટેસ્ટ બદલાઈ જાય છે તે ખાવાથી ઝાડા-ઉલ્ટી ચામડીના રોગો, ચહેરા ઉપર નાની ફોડલી, શરીરમાં ફોડલી થવી તેમજ તે કેરીનો રસ પીવાથી ગળુ પકડાઈ જાય છે.
- ડો.અમિત હપાણી શું ધ્યાન રાખવું જોઈએ પહેલા તો કાચી કેરીને ઘરમાં કોથળા કે ઘાસમાં પકવવી જોઈએ બજારમાંથી કેરી લઈને પહેલા પાણીથી સાફ કરી લેવી જોઈએ તૈયાર કેરીનો રસ લેવાનું ટાળવું, ઘરમાં બનાવીને જ રસ પીવો, કેરીને પાનીને લાંબો સમય ન રાખો. ફૂડ અને ડ્રગ વિભાગ નિષ્ફળ કેરીઓને પકવવા માટે વપરાતો, પ્રતિબંધીત પદાર્થ કેલ્શીયમ કાર્બાઈડનો ખુલ્લેઆમ ઉપયોગ થાય છે, બજારોમાં તેના પડીકા લોકોના પગમાં આવી રહ્યા છે કયારેક આવી પડીકીઓ પ્રાણીઓનાં મુખમાં ધકેલાતી હોય છે જે જીવલેણ સાબિત થાય છે. છતાંય ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ કયારેય કોઈ કેરીઓની વખારોના પ્રતિબંધીત પદાર્થ વાપરવા સામે કોઈ પગલા લીધા નથી.