ધોરણ 7નો છાત્ર ચલાવી રહ્યો છે રજીસ્ટર્ડ કંપની

ધ્રુમીલ ધનેશાની કંપની ગ્રાફિક ડિઝાઇન, વેબ ડિઝાઇન સહિતના કામો કરે છે: બે માસ બાદ ગુગલ આયોજીત ઇન્ટરનેશનલ કોન્ફરન્સ માટે અમેરિકા જશે
રાજકોટ,તા.26
રાજકોટની જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કુલ નો 13 વર્ષનો ગ્રેડ 7 રેગ્યુલર સેકશનનો વિદ્યાર્થી ધ્રુમિલ ધનેશા 2017 માં શરુ કરેલ ટેકનોલોજી કંપ્ની નો ફાઉન્ડર અને ઈઊઘ છે. તેણે પોતાની ધ્રુમિલ ધનેશા ટેકનોલોજીસ ના નામથી રજીસ્ટ્ર્રર્ડ કંપ્ની સ્થાપી છે, જેના માટે ટ્રેડમાર્ક લેવાયેલ છે અને તે પોતાના ઘરેથી જ આ કંપ્ની ચલાવે છે. તે મોબાઇલ એપ્લીકેશન્સ અને વેબસાઇટ બનાવે છે. તેની સાથે તેના વર્ચયુઅલ એમ્પ્લોઇઝ (કે જેઓ ઓનલાઇન તેના માટે કામ કરે છે) કે જેઓ અલગ-અલગ પ્રોજેકટસ પર ઞઊં, ઞજઅ, પાકિસ્તાન , ચેનાઇ અને રાજકોટ જેવા મોટા શહેરો અને વિદેશથી તેની સાથે જોડાયેલા છે. તેઓ ઓનલાઇન તેમનુ ગ્રાફીક ડિઝાઇન, વેબ ડિઝાઇન, એપ ડિઝાઇન જેવા કામો કરે છે, અને તેમને ધ્રુમિલ ની કંપ્ની ઓનલાઇન નાણા ચુકવી આપે છે.
આ અંગે વધુ વિગત આપતા જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કુલ ના ચેરમેન ડી. વી. મહેતા એ જણાવ્યુ હતુ કે, ધ્રુમિલ બે વર્ષ થી તેમની સ્કુલમાં અભ્યાસ કરે છે. તે અત્યારે એઆઇ એટલે કે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ અને વેબ-ઇન્ટર કોમ પર કામ કરી રહ્યો છે. આટલી નાની ઉમર માં તેની ઉપલબ્ધીઓ કાબીલે દાદ છે. આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ એ આજના યુગની ખુબ પ્રચલિત ટેકનોલોજી છે અને તેના માટે ઘણી ગેરમાન્યતાઓ છે અને તે માનવી ને રીપ્લેસ કરશે તેવા ભવિષ્ય પણ ભાખવામાં આવે છે. આ અંગે ધ્રુમિલ કહે છે કે એઆઇ ટેકનોલોજી માનવી ને તેના દરેક કામમાં મદદરુપ થવા માટે વિકસાવી છે, તે માણસ ને રીપ્લેસ કરવા માટે નથી.
ધ્રુમિલ જ્યારે 9 વર્ષનો હતો ત્યારે તેણે તેનો પ્રથમ પ્રોજેકટ તરીકે, એચટીએમએલ અને સીએસએસ માં વેબસાઇટ બનાવી હતી. જયારે તેણે ગુગલ પર એઆઇ વિષે જાણ્યુ ત્યારે તેનાથી ખુબ પ્રભાવિત થયો હતો અને તેના પર ઉંડો અભ્યાસ અને રિસર્ચ શરુ કર્યુ હતુ. ત્યારબાદ તે વિષય માં તેણે ઘણુ ખેડાણ કર્યુ હતુ. તેને મેન્ટર તરીકે ગ્લોકલ ના જતીન કટારીયા કે જેઓ પોતે પણ એન્ટ્રોપ્રીન્યોર છે અને સ્ટાર્ટ અપ વિ કેન ટેક્ષાસ ના ફેસીલીટેટર છે અને દિપ મોટેરીયા કે જેઓ રાજકોટની એલુમની સોફટવેર ડેવલપમેન્ટ કંપ્ની ના સહ-સ્થાપક છે અને તેમનો બિઝનેસ 180 દેશોમાં પ્રસરેલો છે, તેમણે ટેકનીકલ ગાઇડન્સ આપી ધ્રુમિલ ને ઘણા મદદરુપ થયા છે.
આગામી મેં માસ માં તે અમેરીકાના સિલીકોન વેલી ખાતે યોજાનાર ગુગલ ઈંઘઅ 2018, આંતરરાષ્ટ્રીય ડેવલર કોન્ફરન્સ માં ભાગ લેવા જવાનોછે. ધ્રુમિલે આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ નો ઉપયોગ કરી ‘હાઉન્ડ’ નામનો પ્રોગ્રામ બનાવ્યો છે, જે ને કમાન્ડ આપવાથી તે આદેશ નુ પાલન કરે છે અને તમારી કવેરીના જવાબ આપે છે.
ધ્રુમિલને નેશનલ સાયન્સ કોગ્રેસ ના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી દ્વારા સન્માન કરાયુ હતુ. જીનિયસ ટ્રેડ મેનીફેસ્ટો કાર્યક્રમ દરમ્યાન રાજકોટ મહાનગર પાલીકા ના કમિશ્નર બી.એન.પાની દ્વારા તેનુ બહુમાન કરાયુ હતુ. તેમજ ઇ-ચાઇલ્ડ વેન્ચરના જતીન ચૌધરી દ્વારા પણ તેનુ સન્માન કરાયેલ છે. ધ્રુમિલ ની સફળતા પાછળ તેના પિતા ભરતભાઇ ધનેશા, માતા રાધિકા બેન તેમજ જીનિયસ ગ્રુપ ના ચેરમેન ડી. વી. મહેતા, સીઇઓ શ્રી ડીમ્પલબેન મહેતા, સેકશન હેડ શ્રીકાંત તન્ના, તેના બિઝનેસ પાર્ટનર ક્રિષ્ના બાબાની, તેમજ તેના મીત્રો અને શિક્ષકો નો સિંહ ફાળો રહ્યો છે. તેમ ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાતે આવેલા ધ્રુમિલે જણાવ્યું છે. ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલ ધ્રુમિલ ધનેશા. (તસવીર: પ્રવિણ સેદાણી)