રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં રાજકોટના બાળકો ઝળક્યા


રાજકોટ તા.19
આબુ અંબાજી ખાતે ગુજરાત વાડો કાઈ દ્વારા રાજ્યકક્ષાની કરાટે હરીફાઈનું આયોજન કરવામાં આવેલ હતું. આ કરાટે સ્પધાર્મા આશરે 250 થી પણ વધારે રમતવીરોએ ગુજરાતભરમાંથી ભાગ લીધો હતો અને જેમાં ફાઈટ અને કાતામાં 11 ગોલ્ડ મેડલ, 6 સીલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ રાજકોટના રમતવારીએ કરાટેનું કૌતબ બતાવી રાજકોટ તથા તેમની સ્કુલનું ગોરવ વધારેલ છે. આ સ્પર્ધાના નેશનલ લેવલે કરાટે કોમ્પીટિશન અરુણાચલપ્રદેશ રમવા જશે.
ગોલ્ડ મેડલ વિજેતા રમતવીરોમાં ગોવાણી ઋતુ-વિધાનીકેતન સ્કુલ, પાડલીયા હીના-કોટક સ્કુલ, ગોવાણી મોસમ-વિધાનીકેતન સ્કુલ, પટેલ સુરભી-ન્યુ પરિમલ સ્કુલ, કરણસાગરા વૃતી-ટી. એન રાઉ સ્કુલ, વ્યાસ ઋતુ-વિધાનીકેતન સ્કુલ, સખીયા દર્શીલ-ધોળકીયા સ્કુલ, પાંડે અંશુ-ન્યુ ધ્રુવ-માસુમ સ્કુલ, જોષી યેશા-ઈનોવેટીવ સ્કુલ, રાવલ તીર્થ-દર્શન કોલેજ.
સીલવર મેડલ વિજેતા રમતવીરોમાં રંગાણી દિધિતી-માસુમ સ્કુલ, મહેતા કેવલ-વિધાનીકેતન સ્કુલ, રાજપુરા પ્રિયા-વિધાનીકેતન સ્કુલ
બ્રોન્ઝ મેડલ વિજેતા રમતવીરોમાં કગથરા ઋષિતા-વિધાનીકેતન સ્કુલ, કાનાણી ભગવત-સિંહાર સ્કુલ, નારિયા તક્ષ-વિધાનીકેન્દ્ર સ્કુલ, કણસાગરા કૃતી-ટી.એન.રાવ સ્કુલ, ફાસરા હિર-ન્યુ પરિમલ સ્કુલ, ઘોડાસરા કશ્યપ-સિસ્ટર નિવેદિતા સ્કુલ, પટેલ કાવ્ય-વિધાનીકેતન સ્કુલનો સમાવેશ થાય છે. સિંહાન જય ચોહાણના કોચીંગ હેઠળ કરાટેની તાલિમ લેતા આ તમામ વિજેતા વિધાર્થીઓ હવે અરુણાચલપ્રદેશમાં યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની ભાગ લેવા જાશે.