મોતના સૌદાગર: વોકહાર્ટ દર્દીઓને કાતરે, પોલીસ વોકહાર્ટને!

તબીબી બેદરકારીથી મોતના કિસ્સાઓમાં આધાર પૂરાવા રજૂ કરવા છતાં ઋઈંછ નોંધવાને બદલે માત્ર અરજીઓ પર ચાલતી તપાસ 2012માં 14 વર્ષની ચાંદનીને માત્ર 40 મિનિટમાં ઓપરેશન, બે લાખ લઇ લીધા અને પિતાની સામે દીકરીનું મોત નિપજ્યું મારી દીકરીનું મોત વોકહાર્ટના ડોકટરની બેદરકારીથી થયું હતું, પિતાનો વલોપાત: ન્યાય માટે છેલ્લા શ્ર્વાસ સુધી લડવાની જાહેરાત દીકરીના પિતાએ અત્યાર સુધી પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી સુધી અનેક અરજીઓ કરી પણ કોઇના પેટનું પાણી પણ હલતું નથી   રાજકોટ તા.19
રાજકોટની વોકહાર્ટ હોસ્પીટલ વિવાદના વંટોળમાં ફસાયેલી રહી છે ત્યારે વોકહાર્ટ હોસ્પીટલમાં તબીબોની બેદરકારીથી મોતના કિસ્સાઓમાં આધારપુરાવા રજુ કરવા છતા એફઆઇઆર નોંધવાને બદલે માત્ર અરજીઓ પર તપાસ ચાલી રહી છે.
જજો ત્યારે આપણી હથેળીઓમાં સમાઇ જતી દીકરીઓની હથળેઓમાં આપણને હળવાફુલ કરવાની તાકાત છે. નરી આંખે આપણે જ નવી જોઇ શકતા એ બધુ જ એને સગી આંખે દેખાય છે. બીમારીમાં સપડાયેલા અને દર્દથી કણસતા દર્દીઓના દર્દને દુર કરી પુણ્યકારી અને પાવનકારી કામ કરવાનું દરેક તબીબના હાથે લખાયેલું હોય છે.
પરંતુ જયારથી તબીબી ક્ષેત્રને સેવાનું ક્ષેત્ર ન ગણી તેને કમાણી માટેનું માધ્યમ બનાવી લેવામાં આવ્યું છે ત્યારથી દર્દીઓને હોસ્પીટલ બહાર જેટલા દર્દો નથી અનુભવતા તેનાથી પણ બમણું દર્દ હોસ્પીટલ તંત્રના બેદરકાર વલણના કારણે અનુભવો પડે છે અને કયારેક હોસ્પીટલના તંત્રના બેદરકારીથી કોઇ પરિવારજનોના વડીલો તો કોઇની માસુમ ફૂલ જેવી બાળકી અકાળે દુનિયામાંથી વિદાય લઇ જતી હોય છે. આવા જ બનાવ રાજકોટ શહેરમાં ભાડાનાં મકાનમાં રહેતા અને મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હિતેશભાઇ રાવલની વ્હાલ સોયી દિકરી સાથે શહેરની વોકહાર્ટ હોસ્પિટલમાં 11/3/2012ના રોજ બન્યો છે તંત્ર અને ડોકટરની બેદરકારીથી દિકરી ચાંદનીનું મોત થયા હોવાનું પિતા હિતેશભાઇએ આક્ષેપ કર્યો છે.
દિકરી ચાંદનીની સારવાર માટે આધુનિક હોસ્પિટલ વોકહાર્ટમાં દાખલ કરવામાં આવી હતી. યોગ્ય સારવાર નહી મળતા તથા શંકાસ્પદ નિદાનથી ચાંદનીનું અવસાન થયુ હતું ત્યારબાદ વોકહાર્ટ હોસ્પિટલ અને ડો.નિરજ વસાવડા વિરુધ્ધ પોલીસ વિભાગને લેખીત અરજી કરાઈ હતી. આટલા વર્ષો વિતી ગયા હોવા છતા જવાબદારો સામે કોઇ પગલા લેવામાં આવ્યા નથી.
સ્વ. ચાંદનીના પિતા હિતેશભાઇએ જણાવ્યું હતું કે દિકરી નાની હોય છે ત્યારે બાપ તૈયાર નથી હોતો! પૈસાની ધાર કાઢીને જીવતો હોય છે દિકરી જેમ-જેમ મોટી થાય છે એમ એમ બાપ નાનો થતો જાય છે હું ગરીબ બ્રાહ્મણ છુ દિકરી ચાંદનીનું અવસાન થયાને આટલા વર્ષો થઇ ગયા છતાંય મને ન્યાય મળતો નથી. વોકહાર્ટ હોસ્પિટલના જવાબદાર સંચાલકો જયાં સુધી ડો.નિરજ વસાવડાને સજા નહી થાય ત્યાં સુધી મારા છેલ્લા શ્ર્વાસ સુધી લડતો રહીશ.
મારી દીકરી ચાંદનીના આત્માને શાંતિ ત્યારે જ મળશે કે તંત્ર અને ડોકટર વસાવડાને સજા થાય પોલીસ તંત્ર આજે નહી તો કાલે મારી વાત સાંભળશે જ તેવો મને ભગવાન ઉપર ભરોસો છે.
દીકરીના ન્યાય માટે લડતા પિતા હિતેશભાઇએ અત્યાર સુધીમાં સંખ્યાબંધ અરજીઓ પોલીસ કમિશ્નરને કરી છે છતાંય પોલીસ ફરીયાદ લેવામાં આવતી નથી તો મુખ્યમંત્રી સુધી અરજીઓ કરવામાં આવી છે પણ કોઇના પેટનું પાણી હલતુ ન હોય તેમ કોઇ પોતાની જવાબદારી સમજતા નથી તેવો આક્ષેપ હિતેશભાઈએ કર્યો હતો. રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાની રેખાબેન-ચાંદની કેસમાં ઉગ્ર લડત લડશે
કરણી સેનાના ચંદુભાઇ પરમારે જણાવ્યું હતું કે રેખાબેનના શરીરમાં દોઢ ફુટનો સળીયો ભુલી ગયા હતા તે કેસમાં દર્દીને ન્યાય મળે તે માટે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાએ લડત ચાલુ કરી છે ત્યારે ચાંદની કેસમાં પણ દિકરીના પિતાને ન્યાય મળે અને બેદરકાર તબીબોને સજા થાય માટે આજે ફરીવાર હોસ્પિટલ તંત્રને રજુઆત કરી હતી હવે જો હોસ્પિટલ તંત્ર કોઇ જવાબ નહી આપે તો આગામી દિવસોમાં ઉગ્ર લડત લડવામાં આવશે.