ધ્યેય પ્રાપ્તિ માટે પરિશ્રમ

માર્ચ એપ્રિલ એટલે ગરમીના દિવસો સાથે પરીક્ષાના દિવસો પણ હોય છે. ઉનાળો હોવા છતાં રાજગઢમાં હરિયાળી અને ઘટાદાર વૃક્ષો હોવાના કારણે લોકોને ગરમી અકળાવી શકતી નથી અને રહી વાત પરિક્ષાની તો એની તૈયારી પણ ગામના બધા જ બાળકો પાઠશાળાના ઈંદુચાચાને ત્યાં જઈને કરે છે. ખુબ પવિત્ર વાતાવરણમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત થાય એ રીતે ઈંદુચાચા બધાને તૈયારી કરાવે છે. દેવી સરસ્વતીની મૂર્તિ પાસે દીવો અગરબત્તી પ્રસાદ ધરવો માતાના જયજયકાર કરીને બાળકો અભ્યાસમાં લાગી જાય છે. માતા પિતા પણ નચિંત છે કારણ તેના બાળકો ચિંતા વગર આનંદથી પરિક્ષાની તૈયારી કરે છે.
અભ્યાસનો સમય પૂર્ણ થતા બધા જ બાળકો ઘરે જવા નીકળે છે ત્યાં જ વીર વીરાને યાદ આવે છે કે બધા ફ્રેન્ડઝ આવે છે પણ છેલ્લા થોડા સમયથી ધ્યેય કયાંય દેખાતો નથી તેથી તેઓ ધ્યેયના ઘરે જાય છે. માતા પિતાને પૂછ્યુ તો તેમણે તેના રૂમ તરફ ઈશારો કર્યો વીર વીરા ધ્યેયના રૂમમાં પહોંચે છે પણ ધ્યેય તો કયાંય દેખાતો નથી ત્યાં જ વીરાને કોઈના રડવાનો અવાજ આવે છે. ચમકીને તેણે જોયું તો ધ્યેય પલંગ નીચે રડતો હતો. વીર વીરા બન્નેએ તેને બહાર કાઢી બેસાડ્યો પાણી પીવડાવ્યું અને રડવાનું તથા અભ્યાસ માટે ન આવવાનું કારણ પૂછ્યુ તો તે રડતા રડતા કહેવા લાગ્યો ‘મારે પરીક્ષા નથી આપવી’ ‘હું ફેઈલ થઈ જઈશ’ ‘મને કંઈ આવડતુ નથી, મને કંઈ યાદ રહેતુ નથી’ વીર વીરાએ એને શાંત પાડીને સરસ્વતી દેવીની પ્રસાદી આપી અને સમજાવવાના પ્રયત્નો કર્યા ત્યાં જ તેના રૂમની બારીમાં એક નાનકડો કરોળિયો જોયો અને ધ્યેયને પણ બતાવ્યો જે વારંવાર જાળ બનાવવા ઉપર ચડે અને નીચે પડે આમ છતાં ફરી ફરીને ઉપર ચડીને અંતે તેણે પોતાનું ઘર એટલે કે કરોડિયાનું જાળુ બનાવ્યું. આ જોઈને વીર વીરાએ ધ્યેયને સમજાવ્યું કે જો કરોળિયો કેટલીવાર નીચે પડે છે છતાં હિંમત હાર્યા વગર તેણે પોતાનું ઘર બનાવવાનું જે ધ્યેય હતું તે છોડ્યું નહીં તો તે પોતાના ધ્યેય સુધી પહોંચી શકયો અને તારું તો નામ જ ધ્યેય છે તું જો મન લગાવીને વાંચીશ તો ચોક્કસ પરિક્ષામાં પાસ થઈ જ જઈશ દરેકને પરિક્ષા સમયે ડર લાગે, યાદ રાખવામાં મુશ્કેલી પડે પણ એનો અર્થ એવો નથી કે હિંમત હારી જવું બધી વાતો સાંભળીને ધ્યેયમાં હિંમત આવી એટલી વારમાં તો તેની બહેન શ્રેયા તથા મમ્મી પપ્પા પણ આવી ગયા તેમણે પણ ધ્યેયને હિંમત આપી, આમ ધ્યેય તો ફ્રેશ થઈ ગયો અને બધાનો આભાર આપીને વચન આપ્યું કે હું આજથી જ મહેનથ કરીને પરિક્ષામાં પાસ થઈને દેખાડીશ.
બીજા દિવસે તો વીર વીરા અને બીજા બાળકો પાઠશાળામાં પહોંચે છે ત્યાં જઈને આનંદ પમાડે તેવું દ્રશ્ય જુવે છે. ધ્યેય પોતે તો ભણતો જ હતો પરંતુ બીજા એક મિત્રને ભણવામાં જે મુશ્કેલી હતી તેના વિશે સમજાવતો હતો. બધા જ મિત્રો તાળી પાડતા પાડતા રૂમમાં ગયા અને ધ્યેયને અભિનંદન આપ્યા. એટલામાં જ ઈંદુ ચાચા આવી ગયા. તેમણે દેવી સરસ્વતીની પૂજા અગરબતી અને આરતી કરીને બધાને પ્રસાદી આપી અને ખુબ ખુબ મહેનત કરવા કહ્યું અને હા બધાને પરીક્ષામાં કોઈની કોપી કરીને પેપર ન લખવાની પણ શીખ આપી બધા જ ખુશી ખુશી મિત્રોએ તેમની વાતમાં સુરપુરાવ્યો અને આવનારી પરીક્ષાના વાંચનમાં લાગી ગયા. વીર વીરા ધ્યેયના રૂમમાં જાય છે તો ધ્યેય રૂમમાં જાય છે તો ધ્યેય કયાંય દેખાતો નથી ફકત કોઈકના રડવાનો અવાજ આવે છે
બીજા દિવસે પાઠશાળામાં જઈને વીર વીરાએ સુંદર દ્રશ્ય જોયું જે જોઈને બધા જ મિત્રોએ તાળી પાડી બોધ : વિદ્યાની દેવી સરસ્વતીની આરાધના કરી પરિક્ષાની મહેનત કરવાથી સફળતા ચોકકસ મળે છે: હિંમત હારીને બેસી જવું એ વિકલ્પ નથી કરોડિયાની જેમ હિંમત હાર્યા વગર પ્રયત્નો કરીને ધ્યેયને પ્રાપ્ત કરો