કંઈક નવું અને અલગ વિચારીને મેળવી સફળતા: કેતન મારવાડી

સમય સાથે બદલાવ
સ્વીકારી પોતાની
જાતને અપડેટ
કરતા રહો એક વખત કોઈ એક સફળ વૈજ્ઞાનિકને પત્રકારોએ સવાલ કર્યો કે તમારી સફળતાનું રહસ્ય શું છે? ત્યારે તેમણે મંદ મંદ મુસ્કુરાતા કહ્યું કે જીવનના ડગલેને પગલે મને બે રસ્તાઓ મળ્યા. એક રસ્તો જેના પર ખૂબ લોકો જતા અને બીજું જેના પરથી માણસો ક્યારેય પસાર થયા ન હતા હર વખતે મેં બીજો રસ્તો અપનાવ્યો અને પરિણામ તમારી સામે છે. બસ આવી જ કંઈક વાત છે મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડના કેતન મારવાડીની જ્યારે તેઓ શેરમાર્કેટમાં પ્રવેશ્યા ત્યારે અને શેર દલાલો હતા જેમની શાખ હતી અને ગળાકાપ સ્પર્ધા પણ હતી. આ સમયે શેરમાર્કેટમાં પ્રવેશવું, એટલું જ નહીં તેમાં સફળ થઈને પોતાનું અલગ સ્થાન બનાવવું એ કંઈ નાનીસૂની વાત નહોતી. પરંતુ તેમને કરી બતાવ્યું. બે દાયકાથી પણ વધારે સમયની પોતાની સફળતાની યાત્રા વિશે જણાવતાં તેઓ એ સમયમાં લઈ ગયા છે જ્યારે શેરબજાર પ્રોફેશનલિઝમનો અભાવ હતો. જ્યારે તેઓ પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું કે જો કંઈક નવું અને અલગ કરવામાં આવે તો સફળતા ચોક્કસ મેળવી શકાય છે. આમ તો હંમેશા તેઓએ કંઈક જુદું અને બીજાથી અલગ કરીને નવી કેડી કંડારી છે. એ સમયે જામનગર અને રાજકોટ બંને જગ્યાએ તેઓએ ઓફિસમાં ફેક્સ અને કોમ્પ્યુટર વાપરવાના શરૂ કર્યા. આ રેકોર્ડ યોગ્ય રીતે સચવાય તે માટે સિસ્ટમ ડિઝાઇન કરી નિયમિત રીતે હિસાબો મળી જાય અને મેઇન્ટેઇન થઈ ગ્રાહકોની મળી શકે એ વ્યવસ્થા કરી. જાતે કમ્પ્યુટરના સોફ્ટવેર બનાવ્યા તથા ગ્રાહકો અને બ્રોકર્સ સાથે અંગત સંબંધો પણ વિકસાવ્યા. આ બધા ઉપરાંત સફળતામાં ખાસ સ્વાદ ઉમેરાય છે એ છે પોતાની આગવી સૂઝનો.
પોતાની આગવી સૂઝબૂઝથી કમ્પ્યુટરના સોફ્ટવેર વિકસાવ્યા અને પોતે પણ એક સમયે ગ્રાહક તથા સબ બ્રોકર રહી ચૂક્યા હોવાથી એ લોકોની તકલીફ સમજી તે દૂર થાય તે માટે પ્રયત્નો કર્યા. આજે દેશની ટોપ ફાઈવમાં મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ કંપનીનું નામ આદરથી લેવાય છે.
શેરબજારના શહેનશાહ ગણાતા કેતનભાઇનો જન્મ 30 નવેમ્બર 1966ના રોજ જામનગરમાં થયો. હરકિશનભાઇ અને મધુબેનને ત્રણ પુત્રો, જેમાં કેતનભાઈ, દેવેનભાઈ અને સંદીપભાઈ. પિતાને બિલ્ડીંગ ક્ધસ્ટ્રકશનનું કામ હોવાથી શાળકીય અભ્યાસ બાદ બેંગ્લોરમાં સિવિલ એન્જીનીયરીંગ કર્યું. ત્યારબાદ અંબુજા સિમેન્ટમાં નોકરી પણ કરી પરંતુ શેરબજારમાં સફળતા તેમની રાહ જોતી હતી. આમ 1991માં નોકરી છોડી નાના ભાઈ દેવેન મારવાડી સાથે સ્ટોક એક્સચેન્જમાં શરૂઆત કરી. એ સમયની પરંપરાગત પદ્ધતિમાં પોતાના ઉચ્ચ શિક્ષણનો લાભ પણ તેમને મળ્યો. ધીમી પણ મક્કમ પ્રગતિ દ્વારા આજે મારવાડી ગ્રુપનું નામ આગવું છે. ફિલ્મ મ્યુઝિક અને રીડીંગનો શોખ ધરાવતા કેતનભાઈએ જણાવ્યું કે મિકેનિકલ કામ હંમેશા મશીન પાસે કરાવવું અને ક્રિયેટિવ હંમેશા માણસો પાસે કરાવવું. ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર રફતિં ળજ્ઞદશક્ષલ શક્ય નથી અને એ સુપેરે કરી બતાવે છે નવી પેઢી. યુવાઓની આ શક્તિની ધ્યાનમાં રાખીને જ તેમણે મારવાડી એજ્યુકેશન શરૂઆત કરી 1995માં નેશનલ સ્ટોક એક્સચેન્જનું કાર્ડ તેઓએ લીધેલ અને ત્યારબાદ ત્યાં જ એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય પણ બન્યા આ સભ્યપદ ઇન્વીટેશનથી મળે છે જે ગૌરવની વાત છે. એનએસઇના અને એએનએમઆઈના તેઓ સભ્ય છે. પોતાની કંપનીમાં દરેક કર્મચારી સિસ્ટમ ડ્રિવન છે સિસ્ટમ તેનું પેન્ડિંગ કામ યાદ કરાવતી રહે છે અને જો કામ પૂરું કર્યા વગર ધેર છે તો ભજ્ઞક્ષિિંફભિં ક્ષજ્ઞયિં પણ મળે આમ ટોપથી લઈને બોટમ સુધી દરેક જગ્યાએ દરેક કામ સિસ્ટમ દ્વારા જ થાય છે. જેમ કે પોતાના પત્નીની કોન્ટ્રાક્ટ નોટ પણ તેમને ઘરના એડ્રેસ પર જ મળે અને જો સહી ન કરે તો તેમના શેરનું ઓક્શન થઈ જાય.
મોડી રાત સુધી કામ કરતા અને સવારે સમયસર ઓફિસમાં પહોંચી જતાં કેતનભાઇને કામ જ એનર્જી આપે છે. કામ કર્યા વગરના જીવનની તેઓ કલ્પના પણ કરી શકતા નથી. ત્રણે ભાઈઓ અને પરિવાર સાથે મારવાડી હાઉસમાં રહે છે. પોતાની સફળતાનો યશ પત્ની પુત્ર તથા બંને ભાઈઓ અને સમગ્ર પરિવારને આપે છે. નવી નવી યોજનાઓ વિચારવી, નવા સ્વપ્નો જોવા અને તે સાકાર કરવા મહેનત કરવી એ જ તેમનો જીવન મંત્ર છે. બિઝનેસમાં ટોપ પર પહોંચવું અને વર્લ્ડ ક્લાસ સર્વિસ આપી મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ નામ વધુ રોશન કરવું એ જ તેમની ભવિષ્યની યોજના છે. ઓલ ધ બેસ્ટ કેતન ભાઈ. તેજીમાં તક શોધવાને બદલે મંદીમાં પણ તક મળી શકે એવો વિચાર કરો સફળતાનો સરળ મંત્ર સામાન્ય રીતે બ્રોકર હાઉસ તેજી હોય ત્યારે વિસ્તરણ કરતા હોય છે જ્યારે તેઓ ઊલટું કરે છે મંદીમાં વિસ્તરણ કરે છે.
તેજીમાં તક હોય છે અને મંદી માં નથી હોતી એવું માનવા કરતા મંદીમાં પણ તક શોધો.
હરીફ જે નથી વિચારતા તે કરીને તેને હંફાવો.પરંપરાથી અલગ વિચારતા શીખો.
સમય મુજબ બદલાવ સ્વીકારો.પોતાની જાતને અપ ડેટ કરતા રહો. યુવા પેઢીમાં ટેલેન્ટ અને ટેક્નોલોજીનો સમન્વય છે તેથી તેની કદર કરો એજ્યુકેશન ફિલ્ડમાં પણ અવ્વલ
વર્લ્ડ કલાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી આ કોલેજમાં સંપૂર્ણ વહીવટ તેમજ અભ્યાસક્રમ ટેકનોલોજી આધારિત છે. વિડિઓ કોન્ફરન્સથી અભ્યાસ તેમજ એટેન્ડેન્સની બદલે કવીઝ જેથી થઈ ગયેલ અભ્યાસક્રમ વિદ્યાર્થી યાદ રાખે.દરેક ક્લાસની વિડીયોગ્રાફીને કારણે કોઈ વિદ્યાર્થી ગેરહાજર હોય તો તેને ઉપયોગી થાય છે.
પોતાના નવા નવા વિચાર તેઓ અહીં પણ અમલી બનાવે છે.કોઈ વાર લેકચર લેવા પણ જાય છે. અહીં સાયન્સ, કોમર્સ, મેનેજમેન્ટ, ટેકનોલોજી, કોમ્પ્યુટર દરેક વિષયો ભણાવાય છે. સફળતાની સરળ શીખ ઝીરો એરર સાથે કામ કરવાની ટેવ પાડો.
કોઈપણ કામને ઓર્ગનાઇઝ કરી નિશ્ચિત પેટન બનવો અને તેને લાગુ કરવા સીસ્ટમ બનાવો.
તકને ઓળખો. કોઈ એક ક્ષેત્રને વળગી ન રહેતાં બીજા ક્ષેત્રમાં પણ પ્રગતિ માટે વિચાર કરો.
પહેલ કરવાની વૃત્તિ કેળવો નાનુ કદમ પણ ખુબ મોટી સફળતા આપી શકે છે. સકસેસ મિરર
ભાવના દોશી