માર્ચ એન્ડિગ: હિસાબના લેખા જોખા કરી ટેક્સ ચૂકવવાનો સમય

નોટબંધી અને જીએસટી ને ઘણો સમય થયો છે છતાં હજુ અસર દેખાય છે રિટર્ન ફાઇલ કરતી વખતે અમુક મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે દર વર્ષની 31 માર્ચ કરતા આ 31 માર્ચ 2018 વધુ મહત્વની છે કારણ કે, નાણાકીય વર્ષ 2015-16 અને નાણાકીય વર્ષ 2016-17ના ઇન્મકટેકસ રિટર્ન, 31 માર્ચ 2018 બાદ ફાઇલ કરી શકાશે નહીં. માટે જો આપની આવક ન્યૂનતમ કરમુકત આવક મર્યાદા કરતા વધુ હોય અથવા તો આપે નોટબંધીના સમયમાં આપના બેંક એકાઉન્ટમાં મોટી રોકડ રકમ જમા કરવી હોય તો, 31-3-2018 પહેલા આપનું આવકવેરા પત્રક (ઇન્કમટેકસ રિટર્ન) ફાઇલ કરીને નિશ્ર્ચીંત થઇ જાઓ, નહી તો બાદમાં ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ ઘૂસ અને સ્ફૂટીની અને પેનલ્ટીનો પણ કદાચ તમારે સામનો કરવો પડી શકે છે.
ખાસ કરીને વ્યકિતગત કરદાતાઓએ, નીચે મુજબના મુદ્દાઓ ઇન્કમટેકસ રિટર્ન ફાઇલીંગ માટે ઘ્યાનમાં રાખવા જોઇએ.
- ઇન્કમટેકસની કલમ 80સી હેઠળ 1,50,000/- નું રોકાણ કરી શકાશે, જે કરપાત્ર આવક માંથી બાદ મળશે.
- 80સી હેઠળ રોકાણો માટે વિવિધ વિકલ્પો મળે છે, જેવા કે ઇકિવટી લિંકડ મ્યુચ્યુઅલ ફંડ (ઇએલએસએસ) જીવન વીમા પ્રીમીયમ, પબ્લીક પ્રોવિડન્ટ ફંડ, હાઉસીંગ લોનની ચૂકવણી, નેશનલ સેવીંગ સર્ટિર્ફીકેટ, પ વર્ષની ટેક્ષ સેવીંગ, ફિકસ ડિપોઝીટ વગેરે...
31 માર્ચ 2018 પહેલા, ચૂકયા વગર તમારા નાણાકીય વર્ષ 2015-16 તથા નાણાકીય વર્ષ 2016-17ના ઇન્કમટેકસ રિટર્ન ફાલઇ કરો.
31 માર્ચ, 31તિં ખફભિવ નાણાકીય વર્ષ 2017-18 પુરૂ થવામાં હવે જૂજ દિવસો જ બાકી રહ્યા છે. આમ તો માર્ચ મહિનો એટલે નાણાકીય વર્ષનો આખરી મહિનો, એટલે નાણાકીય હિસાબોની પતાવટનો આખરી મોકો.
માર્ચ મહિનામાં બધા પૂરેપૂરા કામધંધો લાગી જાય છે વેપારીઓ, નોકરીયાત વર્ગ, સીએ, વકીલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ બધા માટે રાત ઉજાગરાનો મહિનો બની જાય છે માર્ચ મહિનો આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ જયારથી આપણા દેશની ઘૂરા સંભાળી છે. ત્યારથી આર્થિક ક્ષેત્રે પણ નવા નવા સુધારાઓ અમલી બનાવી રહ્યા છે જે પૈકી મુખયત્વે નવેમ્બર 2016માં અમલી બનેલ "નોટબંધી અને જૂલાઇ 2017થી અમલી બનેલ "નોટબંધી અને જૂલાઇ 2017થી અમલી બનેલ "જીએસટી એ ભારતીય અર્થતંત્રથી માંડીને ભારતના સામાન્ય નાગરિક, દરેકને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર પહોંચાડી જ છે. નોટબંધી અને ત્યારબાદ આવેલ બજેટ દ્વારા સરકાર અમલી કરેલ વિવિધ સુધારાઓ દ્વારા રોકડ વ્યવહારો પર અંકુશ લાવવાનો પ્રયત્ન કર્યો છે. સરકર પોતાના પ્રયત્નમાં સફળ રહી કે નિષ્ફળ તે એક ચર્ચાનો વિષય છે. પરંતુ તેનાથી આપણા દેશના સામાન્ય નાગરિકોમા ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરવા માટે તો જાગૃતતા ચોકકસપણે વધી જ છે તેમ છતા ભારતની કુલ વસ્તી જે એક અબજને પણ પાર કરી ગઇ છે. તેની સામે નાણાકીય વર્ષ 2016-17 માટે, ઇન્કમટેકસની વેબસાઇટના આંકડા મુજબ, હાલ સુધીમાં ફકત 4.93 કરોડ લોકોએ પોતાના ઇન્મકટેકસ રીટર્ન ફાઇલ કર્યા છે.
- રિશીત વ્યાસ (સી.એ.)