RTO તંત્રના પાપે HSRPના હાટડા, કાળાબજાર

રાજકોટની સોસાયટીઓમાં થવા માંડ્યા ‘કેમ્પ’: ઘેર બેઠા નંબર પ્લેટની સગવડ પણ માન્યતા વિશે સંદેહ, બેથી ત્રણ ગણાં પડાવાતા ભાવ  આમાં પ્રજાએ શું સમજવું! છઝઘ કહે છે કે ‘કેમ્પ ગેરકાયદે’ પણ વ્યાપક ગતિવિધિથી અજાણ તંત્ર હજુ ‘તપાસ’માં પણ ઢીલું ટુ-વ્હિલરના રૂા.400, ફોર વ્હિલરના રૂા.1200 સુધી વસૂલાતી ફી: કચેરીના ધક્કાથી બચવા માગતા લાચાર શહેરીજનો પાસેથી ઉઘાડી લૂંટ   રાજકોટ,તા.21
એચ.એસ.આર.પી. નંબર પ્લેટ્સની મ્હોકાણ એવી તો વકરી છે કે છેક આરટીઓ સુધી ધક્કો ખાઇને કલાકો સુધી રાહ જોવાનું ટાળવા ઇચ્છતા રહેરીજનોની મજબુરીનો લાભ લઇ ઘણાએ વધુ પૈસા પણ પડાવવા માંડ્યા છે, અને હવે તો લતેલતે કેમ્પના બહાને એથી’ય વધુ ફી પડાવાઇ રહી છે. આવા કેમ્પમાં ઘેરબેઠા પ્લેટ મળી જતી હોય તો વધુ પૈૃા આપવા અનેક વાહનધારકો તૈયાર હોય છે. પરંતુ આ તકે આર.ટી.ઓ. એ આવા કેમ્પને ગેરકાયદે ગણાવતાં તેમાં લાગેલી નંબર પ્લેટસ પણ અમાન્ય હોવાની છાપ ઉપસે છે!
ગઇકાલે સાધુ વાસવાણી રોડ પરની આલાપ ગ્રીનસીટીમાં આવો કેમ્પ હતો. સોસાયટીના નોટિસ બોર્ડ પર તેની જાણ કરાઇ હતી અને રાતે 180થી 200 સભ્યોએ પોતપોતાના વાહનોમાં નંબર પ્લેટ લગાવડાવી હતી. તેમાં ટુવ્હિલરના સત્તાવાર માન્ય દર રૂા. 140ની સામે 450 અને ફોર વ્હિલરના રૂા.400ને બદલે. 1200 લેવાયાની ફરિયાદ ઉઠી હતી. સોસાયટીના હોદેદાર જો કે આટલા વધુ પૈસા લેવાયાની ફરીયાદ ખોટી ઠરાવે છે પરંતુ આવા કેમ્પ યોજવાનું કાયદેસર છે કે કેમ અને તેમાં લગાડાયેલી પ્લેટ માન્ય કહેવાય કે કેમ તેની તપાસ કર્યા વિના જ કેમ્પ રખાવાયાનું કબૂલે છે.
અત્રે નોંધનીય છે કે બિન કાર્યક્ષમ આરટીઓ તંત્ર અને માન્ય કંપની લાખો વાહનોમાં એચ.એસ.આર.પી. નંબર પ્લેટ નિયત સમયમર્યાદામાં લગાવી શકે એવી તેમની કોઇ પહોંચ નથી અને સરકાર ડેડલાઇનના ધોકા પછાડે છે. આ સ્થિતિનો ગેરલાભ લઇ અમુક ડીલર દ્વારા પડાવાતા હોવાની ફરિયાદો તો હતી જ, એવામાં આવા કેમ્પનો મુદ્દો ઉમેરાયો છે. જો સરકાર કેમ્પને માન્યતા આપે તો પ્રજાજનોને ઘેરબેઠાં સગવડ મળી રહે એ ખરૂં પરંતુ તેમાં પણ નિયત ભાવ જાહેર થવા જોઇએ, અને હાલના તબક્કે તો તંત્ર આવા કેમ્પને અમાન્ય જ ગણાવે છે, ને ડીલરો આવા કેમ્પ થકી માન્ય કાર્યવાહી તથતી હોવાનું સમજાવે છે એવામાં પ્રજાએ શું સમજવું? જેની પ્રાથમિક જવાબદારી છે એવું આરટીઓ તંત્ર આ ગતિવિધિથી જ અજાણ છે અને ‘તપાસ કરશું’ એવા સરકારી જવાબ વાળે છે. ત્યાં સુધીમાં સંખ્યાંબધ નંબર પ્લેટો લાગી જાય એનું શું? તેને માન્ય ગણાશે કે અમાન્ય એ અવઢવ પ્રજાને રહે તેનું શું ? અમાન્ય ગણાશેતો કેટલીક આવી પ્લેટો પછીથી બદલાશે અને કઇ રીતે? એના અધિકારીઓ પાસે કોઇ જવાબ નથી!
અત્રે નોંધનીય છે કે આવા કેમ્પમાં માત્ર રાજકોટ પાર્સિંગની જ નહીં પરંતુ અમદાવાદ, વડોદરા કે સુરત પાર્સિંગના નંબરોની પણ પ્લેટ બનાવી આપવામાં આવે છે તેવી વિગતો બહાર આવી છે. આરટીઓ આને પણ ગેરકાયદે ગણાવી રહ્યા છે. આ ઉપરાંત કેમ્પમાં જે વધુ પૈસા લેવાયા તે એવું કહીને લેવામાં આવ્યા હતા કે નંબર આસપાસ બ્લેક બોર્ડર મુકવાના આ વધુ નાણાં લેવાય છે. બીજીતરફ
પ્લેટને ફરતી આવી બોર્ડર પણ આરટીઓ માન્ય નથી ગણાતી. માન્ય ડીલરે જ, પોતાની પ્રિમાઈસીસમાં જ
પ્લેટ ફિટ કરવાની રહે: આર.ટી.ઓ. મોજીદ્રા ક્ષ ‘કેમ્પ કરવા રજૂઆત આવતા અમે ઉપર લખી મોકલ્યું છે પણ મંજૂરી આવી નથી’
ક્ષ ‘તપાસ કરશું, કેમ્પ જેણે કર્યા હશે તેની સામે કંપની કાર્યવાહી કરશે અને અમે તેને મદદ કરીશું’
રાજકોટના આરટીઓ મોજીદ્રા આવા કેમ્પ થઈ રહ્યા હોવાથી અજાણ છે, પણ આવા કેમ્પને તેમણે ગેરકાયદે ગણાવ્યા હતા. ‘ગુજરાત મિરર’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે માન્ય ઓટો ડીલરો અને આર.ટી.ઓ. કચેરી જ એચ.એસ.આર.પી. નંબર પ્લેટ ફીટ કરી શકે, એટલું જ નહીં, ડીલરોએ આ કામ પોતાના પ્રિમાઈસીસમાં જ કરવું પડે. એસએસ.આર.પી. કંપની અને ડીલરો માટે વિકસાવાયેલા સોફટવેરમાં તેમને અપાયેલા લિન્કઅપ અને બારકોડ થકી જ હોલો ગ્રામવાળા સ્ટીકર્સ નીકળે અને આ કામ ઓથોરાઈઝડ પર્સન જ કરી શકે. અમારી પાસે રજૂઆત આવી હતી કે સોસાયટીમાં કેમ્પ રાખવા દેવામાં આવે. અમે આ રજૂઆત વિશે ઊપર લખી મોકલ્યું છે પરંતુ મંજૂરી આવી નથી. પિતા મંજૂરીએ આવા કેમ્પ કયાં અને કોણે કર્યો એ તપાસ કરશુ, તથા તથ્ય જણાય તો કંપની કાયદેસર કાર્યવાહી કરશે, જેમાં અમે તેને મદદરૂપ બનશું. ‘આર.ટી.ઓ. પહોંચી શકતું નથી અને
ધક્કા બચે એટલે કેમ્પ રખાવ્યો હતો’ ક્ષ આલાપ ગ્રીન સિટીના પ્રમુખનું કથન : સોસાયટીના સભ્યોનો જ આગ્રહ હતો, 450 અને 800 રૂપિયા લેવાયા છે
ક્ષ ‘ડીલર પોતાના માણસો સોસાયટી સુધી મોકલે, ને ફિટિંગ કરાવી આપે તો વધુ ચાર્જ થાય જ ને’!
આલાપ ગ્રીન સિટીના પ્રમુખ અજીતભાઈ પટેલે કહ્યું કે આરટીઓ કચેરી સુધી લાંબા ન થવું પડે એટલે સોસાયટીમાં જ કેમ્પ કરવા અમને સભ્યોએ જ આગ્રહ કર્યો હોવાથી અમે સોસાયટીના લેટરપેડ પર ડીલરને લખીને આપ્યુ અને કેમ્પ કરાવડાવ્યો હતો. ટુ વ્હીલરની નંબર પ્લેટ માટે રૂા.450 અને ફોરવ્હીલ માટે રૂા.800 લેવાયા હતા, જે આરટીઓ માન્ય ભાવ કરતા વધુ છે પરંતુ મે ફોર્ડ કંપનીના શો રૂમમાં મારી કારની નંબર પ્લેટ કરાવી તો ત્યાં પણ 800 લીધા જ હતા ! સોસાયટીના અન્ય એક સભ્ય કિરિટભાઈ પટેલે કહ્યું કે ‘આરટીઓ આટલી બધી નંબ્ર પ્લેટ ન કરી શકે અને ડીલરોને છૂટ છે જ એ મુજબ શિવ ટ્રેડર્સવાળાએ આ કેમ્પ કર્યો હતો, જેમાં હોલમાર્ક સ્ટીકર્સવાળી જ નંબર પ્લેટો છે. ડીલર પોતાના માણસોને મોકલે, ઓનલાઈન ડેટા એન્ટ્રી-મેપિંગ કરે અને પ્લેટ લગાવી આપે તો 100 રૂપિયા તો વધુ થાય જ ને!’