આજે વર્લ્ડ ઓરલ હેલ્થ દિવસ

દર અડધી કલાકે પાણી પીવાથી દાંતમાં કેવીટી અને પેઢાનો પ્રોબ્લેમ ઓછો રહે - ડો.માધવી બારાઈ રાજકોટ તા,20
કેટલીકવાર બિઝી શેડ્યુલ અથવા આળશના કારણે આપણે ઓરલ હેલ્થ પર ધ્યાન આપી શકતા નથી. એવામાં બેકટેરીયા, કેવિટી અને પેઢામાં સોજા જેવી પ્રોબ્લેમ્સ થવા લાગે છે આ પ્રોબ્લેમ વધી જાય તો તેની ટ્રીટમેન્ટ કરાવવામાં ખુબ પૈસા ખર્ચ થાય છે
યોગ્ય સમયે આ ભુલોને સુધારી લેવી યોગ્ય છે.
આજે વર્લ્ડ ઓરલ હેલ્થ દિવસ છે. ડો. માધવી બારાઈએ જણાવ્યું છે ટોબેકોમાંથી બનાવેલ વસ્તુ જેવી કે સિગારેટ, ગુટકા, માવાઓનું વેસન ના કરવું જોઇએ જેનાથી મોના અનેક રોગો થાય છે.
કેમીકલ ફ્રી ટૂથપેસ્ટથી અને માઉથ વોસથી દિવસમાં બે વાર મો સાફ કરવું જોઈએ. જેનાથી તમારા મોમાં થતા બેકટેરીયાનો નાશ થાય છે. દિવસમાં દર અડધી કલાકે પાણી પીવું જોઇએ જેનાથી દાંત માં કેવીટી અને પેઢાનો પ્રોબ્લેમ બહુ ઓછો રહે છે. સ્ટીકીફૂડ અને એસીડીક ફૂડ જેવા કે પીજા, બર્ગર, ચોકલેટ, સોફટ ડ્રીંસ તથા ફૂડ કલર વાળી વસ્તુ ખાવાથી કે પીવાથી અને છુપા રોગો થતા હોય છે જેની જાણ આપણને સમયસર ડેન્ટીસ્ટ પાસે જવાથી થાય છે.