રાજકોટ સહિત સૌરાષ્ટ્રના નિકાસકારોને રાહત એક હજાર કરોડના રિફંડની રકમનું ચૂકવણું


રાજકોટ તા.13
આઈજીએસટીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોના 1500 કરોડ સચવાયેલા રિફંડમાંથી 1000 જેટલા રિફંડ ઉદ્યોગકારોને ચૂકવી દેતા રાહતનો શ્ર્વાસ લીધો હતો અને ઉદ્યોગને ઓકિસજન મળ્યો હોવાનું જણાવ્યું હતું. હજુ પણ 500 કરોડ જેટલા રિફંડ અટકાયતે પડ્યા છે જે પણ હપ્તાથી ચૂકવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
આ અંગે રાજકોટ ગ્રેટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરાએ જણાવ્યા અનુસાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોના અંદાજે 1500 કરોડ આઈજીએસટીના બાકી હતા. તેમાંથી ગત અઠવાડિયામાં આશરે એક હજાર કરોડના રિફંડ ચૂકવાતા ઉદ્યોગકારોને રાહત થઈ છે.
વેપારીઓ જે આઈજીએસટીથી ઈનપુટ ટેકસ કેડિટ મેળવે છે તે સપ્ટેમ્બર 2017થી વિવિધ ટેકનીકલ ખામીના કારણોથી મળી ન હતી. આ બાબતે આઈજીએસટી તંત્રમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ હકારાત્મક વલણ અપનાવતા રિફંડ ચૂકવાયા હતા. હજુ પણ 40થી 45 ટકા રકમ બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં ધનસુખભાઈ વોરાએ જણાવ્યું છે કે જાન્યુઆરીમાં ગ્રેટર ચેમ્બરની આગેવાનીમાં મુદ્રા ખાતે આઈજીએસટીના ડેપ્યુટી કમિશનર રાજેશ ત્રિપાટીને મુંદ્રા ખાતે, અમદાવાદ જીએસટી કચેરી અને દિલ્હી કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સરકારે નિકાસકારોને કોમ્પલાયન્સ બાબતની મુશ્કેલીએ દૂર કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી જે ઉદ્યોગકારોના ટેકનીકલ પ્રશ્ર્નોનું નિરાકરણ થયું છે. તેવા નિકાસકારોના એક હજારથી વધુના રિફંડ ચૂકવી દેવામાં આવ્યા છે અને બાકીની રકમ નિકાસકારોને હપ્તેથી ચૂકવવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં નિકાસકારોના અંદાજે 10 હજાર રિફંડની રકમ ચૂકવવાની બાકી હતી. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોના 1500 કરોડના રિફંડની રકમ હતી.
નિકાસકારોને પોતાના રિફંડ નહીં મળતા ઉદ્યોગ થકી ભૌગવાતે આરે હતો. જેમાં રિફંડ ચૂકવાતા પ્રાણ ફૂંકાયા છે અને ફરી ઉદ્યોગોને ઓકિસજન મળી શકશે તેવું જાણવા મળી રહ્યું છે.