રાજકોટમાં ત્રણ, મોરબીમાં એક સ્થળે SGSTની તપાસ


રાજકોટ તા.13
બહુમાળી ભવન ખાતે આવેલી સ્ટેટ જીએસટીની કચેરી દ્વારા આજરોજ રાજકોટમાં ત્રણ અને મોરબીમાં એક વેપારી પેઢીને ત્યાં તપાસ હાથ ધરાઇ હતી તેમજ ગઇકાલની મોરબીની તપાસમાં એક યુનિટમાંથી રૂા.પ.1ર લાખની વસુલાત કરાઇ હતી અને એક યુનિટમાં નીલ રીપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ જીએસટી કચેરીમાંથી મળતી માહિતી મુજબ ડિવિઝન-10 ના સંયુકત કમિશ્નર સંજય સકસેનાની સુચનાથી રાજકોટમાં બે આર્યન અને સ્ટીલ અને એક વરસે કોન્ટ્રાકટર પેઢીમાં તેમજ મોરબીમાં મશીનરી સેનેટરીની વેપારીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાંજ સુધીમાં તપાસના અંતે રીપોર્ટ આવી જશે તેમજ ગઇકાલે મોરબીના બે યુનિટમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ટીમ્બર, પેકીંગ મટીરીયલ્સના વેપારીને ત્યાંથી રૂા.પ.1ર લાખની વસુલાત કરવામાં આવી હતી અને કેટલીક એમ્બેસેડરી ડેકોરેટેડના વેપારીને ત્યાંથી તપાસને અંતે અધિકારીઓને ફોગટનો ફેરો થયો હતો અને રીપોર્ટ નીલ આવ્યો હતો. આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રહેશેના સંકેતથી વેટ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.   હાલ સ્ટેન્ડીંગ હોય ફરી તપાસના આદેશ આપતા એસજીએસટી કચેરી દ્વારા દરોડાનો દૌર છેલ્લા 10 દિવસ ચાલી રહ્યો છે અને અત્રે ઉલ્લેખનીય છે કે 31 માર્ચ નજીક આવતી હોય જીએસટીનો અમલ થયા બાદ તપાસ નહીં કરવાની સુચના આપવામાં આવી હતી.