બજારમાં મંદીના ‘બોકાસા’, મોટી ઊથલપાથલનાં એંધાણ!

સેબીએ નવા ઈસ્યૂઓના લિસ્ટિંગ ટાણે ટ્રેડ-ટુ-ટ્રેડ કેટેગરીમાં સોદા કરવાનો આદેશ આપતા ગ્રે માર્કેટમાં ગંભીર અસર દેખાશે
રાજકોટ તા.13
બજારના જાણકારોએ એક રિપોર્ટમાં જણાવ્યુ હતું કે, આગામી 6 મહિના સુધી બજારોમાં મંદીના વાદળો છવાય ગયા છે બજારમાં મંદીની અસર જોવા મળશે મોટી ઉથલ પાથલના એંધાણો વર્તાઈ રહ્યા છે.
બજારના જાણકારોએ ગુજરાત મિરરને જણાવ્યુ હતું કે ઉનાળામાં દેશભરમાં પીવાની મોટી સમસ્યા વધુ વકરવાના એંધાણ છે જેના કારણે જીવન-જરૂરી ચીજોના ભાવો વધતા મોંઘવારી વધશે તે ઉપરાંત બેકીંગ ક્ષેત્રે ખરાબીનું ચિત્ર વધુ વિકરાળ બનશે. ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ ઘેરાતો જાય ચે અનેક નેગેટીવ પરિબળો બજારમાં ખરાબી સર્જી શકે છે. એક બાજુ માર્ચ એન્ડીંગ હોવાથી અને 1 એપ્રિલથી લોંગ ટર્મ કેપીટલ ગેઈન્સ (એલટીજીટી) લાગુ પડતો હોવાથી વેચાણથી વધશે.
જાણકારોના મતે ચારેબાજુ ઘેરાયેલું છે આવનાર દિવસોમાં બજારમાં મોટી અફડા-તફડી જોવા મળશે. પ્રાયમરી માર્કેટમાં બજારમાં તીવ્ર મંદીનો માહોલ હોવા છતા મેઈન બોર્ડ ઉપર ચાર જેટલા ઈસ્યુઓનું આગમન થઈ રહ્યું છે.
જયારે એસએમઈ પ્લેટફોર્મ ઉપર અડધો ડઝનથી વધુ ઈસ્યુઓની એન્ટ્રી થઈ રહી છે.
ઈસ્યુઓના લીસ્ટીંગને દિવસે શેરને ટી ગ્રુપમાં રાખવાનો અને 5 ટકાની સર્કિટની લિસ્ટિંગ નકકી કરી છે. લિસ્ટિંગ બાદ કામકાજના 10 દિવસ થઈ 20 ટકાની સર્કિટની લિમિટ રખાઈ છે. ગ્રે માર્કેટમાં કામકાજ ઘટી જશે બીજી બાજુ આઈટી વિભાગે તાજેતરમાં એસએસઈ ઈસ્યુઓનાં તપાસનો દોર આરંભ્યો છે તેની ઉપર અસર થશે ટુંકમાં એસએમઈ ઈસ્યુઓ પર ભવાઈની દર્દ થતા આવી રહી છે.
નોટબંધી બાદ જીએસટીના કારણે હજુ વેપારીઓ જીએસટીની ગલમથલમાંથી બહાર આવ્યા નથી તેના કારણે બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેના કારણે જીવન-જરૂરી તમામ વસ્તુઓના ભાવોમાં વધારો નોંધાયો છે.
સતત વધી રહેલી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની રહ્યા છે ત્યારે હજુ મોંઘવારી વધવાનાં એંધાણ મળી રહ્યા છે. તો મધ્યમ વર્ગને જીવવું મુશ્કેલ બનશે.
ઉનાળાના પ્રારંભથી જ ગરમીએ આકરો તાપ વરસાવાનું શરૂ કરી દીધુ છે તેમ બજારે પણ મંદીના ‘બોકાસા’ શરૂ કરી દેતા આપનાર 6 મહિનામાં મોટી ઊથલપાથલના એંધાણ હોવાનું જાણકારો કહી રહ્યા છે.