રાજાશાહી વખતની હોસ્પિટલના સ્થાને અત્યાધુનિક બિલ્ડીંગ બનાવાયુ પણ હાલાકી યથાવત

પાણી, સફાઈ, લાઈટ સહિતની પ્રાથમિક અસુવિધા સાથે કર્મચારીઓનો પણ અભાવ પંદર દિવસથી નવા બિલ્ડીંગમાં ખસેડાયેલી હોસ્પીટલમાં એક પણ ઓપરેશન થયુ નથી જુનાગઢ, તા. 13
જેના પાયો નખાયા ત્યારથી વિવાદોમાં સપડાયેલ જુનાગઢની મેડીકલ કોલેજ ખરાતે આવેલ સીવીલ હોસ્પીટલની કઠણાઈઓ દર્દીઓ દુખી કરી રહી છે.મેનેજમેન્ટનો અભાવ અને મોટા ઉપાડે હરખ પદુડા થઈ કોઈ પણ જાતની વ્યવસ્થા વગર હોસ્પીટલ સ્થળાંતર કરી લીધા બાદ આજ 15 દિવસ જેવો સમય થવા આવ્યો છે.
આ હોસ્પીટલમાં એક પર ઓપરેશન કરવામાં આવ્યુ નથી કે પાણીની પુરતી સુવિધા નથી, સ્ટાફનો અભાવ હોવાથી પુરતી સફાઈ રહેતી નથી. અને એમાં ગઈકાલેથી જ 4થા વર્ગના કર્મચારી હડતાલ પર ઉતરી જતા હોસ્પીટલનું તમામ કામ ઠપ્પ થઈ જવા પામ્યુ છે.
શહેરના મજેવડી દરવાજા પાસે આવેલ મેડીકલ કોલેજ ખાતેની સીવીલ હોસ્પીટલમાં પાણી સહીતની અનેક અસુવિધાઓ છે. હોસ્પીટલની આગઉ કમ્પાઉન્ડ હોલ પાર્કિગ જનરેટરનું ફીટીંગ જેવી પાયાની સુવિધાઓ ઉભી કર્યા વગર અધિકારીઓની આડોડાઈ અને હઠના કારણે જુનાગઢ હોસ્પીટલના હોસ્પીટલ સતાવાળાઓએ ચીતાખાનામાંથી નવી બિલ્ડીંગમાં હોસ્પીયલનું સ્થળાંતર તો કરી લીધુ.
પરંતુ માંદગીના બિચાને એવી આ હોસ્પીટલનું ઓપરેશન કરવુ પડે તેવી સ્થિતિ સર્જાણી છે અહીં પીએમ કર્યા બાદ કે સ્ટેશન સાફ કરવા અથવા ઓપરેશન કર્યા બાદ જરૂરી એવું પાણી હોસ્પીટલમાં જ આજ સુધી વ્યવસ્થા ન કરી શકતા હોસ્પીટલના સતાવાળાઓ મુંઝવણમાં મુકાયા છે.
છેલ્લા 15 દિવસમાં એક પણ ઓપરેશન ન કરી શકતા 7 જીલ્લાના જરૂરીયાતમંદ દર્દીઓને કણસતાં ખાનગી હોસ્પીટલનો સહારો લેવો પડે છે અથવા તો રાજકોટ રીફર થવુ પડે છે.
હોસ્પીટલમાં 12 લીફટ લગાડવામાં આવી છે પરંતુ 7 માળની હોસ્પીટલમાં માત્ર 1 જ લીફટ ચાલુ રખાતા દર્દીઓને લીફટની રાહ જોઈ કલાકો સુધી સ્ટ્રેચર પર સુવડાવી રાખી રાહ જોવડાવવામાં આવે છે. હોસ્પીટલના અમુક વોર્ડમાં ઈલેકટ્રીક ફીટીંગમાં ફોલ્ટ છે સ્વીચ ચાલુ કરાતા વોર્ડમાં લાઈટ ગુલ થઈ જાય છે.
હોસ્પીટલમાં ઓપરેશન બાદ સફાઈ માટે જોઈતા પાણીની કડાકુટ તો છે જ સાથોસાથ પીવાના પાણી માટે પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકો પાણી વગર તરસ્યા રહે છે. હોસ્પીટલમાં મુકાયેલા ફિલ્ટર સહિતના કુલરો શોભાના ગાઠીયા બન્યા છે તો એકાદમાંથી કોઈ નળ પણ કાઢીને લઈ ગયેલ છે. કરોડોના ખર્ચ તૈયાર વિશાળ હોસ્પીટલમાં અમુક વિભાગોમાં 24 કલાક અંધારપટ તો છે જ પરંતુ જરૂરી સ્ટાફ ન હોવાના કારણે હોસ્પીટલની પુરતી અને નિયમીત સફાઈ કરી શકાતી નથી પાર્કિગ ન હોવાથી લોકો આડેધડ વાહનો પાર્ક કરે છે. સીકયુરીટી ઓછી હોવાથી દર્દીઓના સગાઓ અને આવારા તત્વો મન ફાવે તેમ આંટા ફેરા કરે છે.
અનેક અસુવિધાઓનો જુનાગઢ શહેર તથા જિલ્લાની સાથે 5 જિલ્લાના દર્દીઓ ભાગ બની રહ્યા છે હોસ્પીટલના અધિકારીઓ સત્વરે સુવિધા સભર હોસ્પીટલ થાય અને પુરતો સ્ટાફ મળે તે માટે માથા પછાડે છે પરંતુ સરકાર તથા આરોગ્ય વિભાગ હોતી હૈ ચલતી હૈની નીતી અપનાવતા હોવાથી જુનાગઢની નવી હોસ્પીટલ ખુદ માંદગીના બિછાને પડી છે ત્યારે પ્રથમ તો તેને સાજી કરવા તંત્ર તાત્કાલીક ધોરણે પગલા લે તેવું દુ:ખી થતા દર્દીઓ અને તેમના આપ્તજનો હાથ જોડી વિનંતી કરી રહી છે. કણસતી હાલતમાં દર્દીઓને ખાનગી હોસ્પિટલ અથવા રાજકોટ ખસેડવામાં આવતા હોવાની રાવ        (તસ્વીર: મિલન જોષી)