જામનગરમાં આંતરશાળા સ્પર્ધા પુરસ્કાર વિતરણ સમારોહ સંપન્ન


જામનગર તા.13
જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શનિવારે આંતરશાળા સ્પર્ધા પુરસ્કાર વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત આ સમારોહ ટાઉન હોલમાં શનિવારે બપોરે 3 થી 6 દરમ્યાન યોજાયો. જેમાં કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ - સાંસદ પુનમબેન માડમ, મેયર પ્રતિભાબેન કનખરા, ધારાસભ્ય હકુભા જાડેજા તથા શિક્ષણ સમિતિના ચેરમેન વસંત ગોરી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમિતિની વિવિધ પ્રાથમિક શાળાઓના બાળકો માટે વર્ષ દરમ્યાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતા સ્પર્ધક ભાઇબહેનોને આ સમારોહમાં પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળાઓના શિક્ષક ભાઇબહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.