વેરાવળના છાત્રોડીમાં જેસીબીના વેપારીઓની મહત્વની બેઠક મળી

પ્રભાસપાટણ,તા.13
વેરાવળ તાલુકાનાં છાત્રોડા ગામની બાજુમાં હાઈવે રોડ ઉપર આવેલ એક હોટલમાં જુનાગઢ અને ગીર સોમનાથ જે.સી.બી.ના માલીકોની એક મીટીંગ મળેલ હતી. આ તકે ગીર-સોમનાથ જે.સી.બી. એસો.ની રચનાં કરવામાં આવેલ હતી.
આજના ઝડપી યુગમાં જે.સી.બી. મશીનોને કારણે ખોદકામ સહિતની અન્ય કામગીરી ખુબજ ઝડપી બનેલ છે. પરંતુ સરકાર દ્વારાં જીએસટી દાખલ થયા બાદ ર007 કરતાં ર018 માં દરેક વસ્તુમાં 100 ટકાનો વધારો થયેલ છે. જયારે જે.સી.બી.ના જુના ભાવો 700 લેખે કલાકનાં ચાલે છે. જેના કારણે આજના સમયમાં આ જે.સી.બી. મશીનો ચલાવવા અઘરા બનેલ છે. અને આથી જે.સી.બી.ના માલીકો મુશ્કેલીમાં મુકાયેલ છે. અને આ બંને જીલ્લાનાં પ્રમુખો અને જે.સી.બી.ના માલીકોએ હાલના ભાવો ચાલુ છે તેમાં વધારો કરવાનુ નકિક કરવામાં આવેલ છે. આ સંમેલન ગીર-સોમનાથ જે.સી.બી. એસો.ના પ્રમુખ દેવસીભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયુ હતુ. અને આ તકે જુનાગઢ જીલ્લાના જે.સી.બી. માલીકો મોટા પ્રમાણમાં હાજરી આપેલ હતી. અને જે.સી.બી માં જે ભાવ વધારો કરવામાં આવેલ છે તે તમામ જે.સી.બી.નાં માલીકોએ વધાવી લીધેલ અને આ ભાવોની અમલવારી કરવા જણાવવામાં આવેલ છે. (તસ્વીર: દેવાભાઈ રાઠોડ.પ્રભાસપાટણ)