ખંભાળીયાના ભાડથર ગામે લોકડાયરો સુપેરે સંપન્ન

જામખંભાળીયા તા,13
ખંભાળીયા નજીક આવેલા ભાડથર ગામે ગઢવી અગ્રણી મુળુભાઇ (ઘેલુભાઇ) ખેરાજભાઇ રૂડાચ દ્વારા તાજેતરમાં ધૂળેટી પર્વે અનેકવિધ કાર્યક્મોનું આયોજન સુંદર આયોજન કરાયું હતું. જેમાં સૌ પ્રથમ વખત ભાડથર પંથકની તમામ ગાયોને પૌષ્ટીક લાડુ બાદ શ્ર્વાનોને ભોજન અપાયા બાદ ભાડથર તથા આસપાસના ગામોના ગ્રામજનોનું ધુમાડા બંધ ગામ જમણ યોજાયું હતુ. આ સાથે ખ્યાતનામ કલાકાર કીર્તીદાન ગઢવી, મેરાણ ગઢવી તથા ગીતાબેન રબારી તથા સાજીંદાઓ સાથેના રૂડા લોકડાયરામાં રાત્રીથી પરોઢીયા સુધી હકડેઠઠ જનમેદનીએ ભજન ધુન કલાની રમઝટને મનભરીને માણ્યા હતા.
ધનરાજભાઇ નથવાણી, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય હકુભા જાડેજા, પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા, અગ્રણી પત્રકાર રમણીકભાઇ રાડીયા, તાલુકા પંચાયત પ્રમુખ મશીરભાઇ નંદાણીયા, નટુભાઇ ગણાત્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.