ભાણવડમાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

પત્રકારો તથા નગરપાલિકા દ્વારા પરીક્ષાર્થીઓના મીઠા મોઢા કરાવી શુભેચ્છા પાઠવાઇ : કુલ 8 કેન્દ્રમાં 17પ0 વિદ્યાર્થીઓ પરીક્ષા  આપી રહ્યા છે. ભાણવડ શહેરમાં બોર્ડની પરીક્ષાઓનો પ્રથમ દિવસ શાંતિપૂર્ણ અને ઉત્સાહમય વાતાવરણમાં પસાર થયો હતો. પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવતા નગરપાલીકા સદસ્યો તેમજ પત્રકાર મિત્રોએ અલગ અલગ કેન્દ્રોમાં જઇ પરીક્ષાર્થીઓના મોં મીઠા કરાવ્યા હતા.  શહેરમાં કુલ 8 કેન્દ્રોના 61 બ્લોકમાં 17પ0 પરીક્ષાર્થીઓએ પોતાનું પ્રથમ પેપર આપ્યું હતું. પ્રથમ દિવસે એકપણ કેન્દ્રમાં કોઇ  કોપી કેસ નોંધાયાનું જાણવા મળેલ નથી જેથી એમ કહી શકાય કે, ભાણવડ શહેરમાં બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ એકદમ શાંતિપૂર્ણ રહ્યો હતો.