કોઇપણ કામ સહેલું નથી, હસાવવાનું કામ સૌથી વધુ અઘરું: અજય દેવગણ

મુંબઇ: અજય દેવગન એવો ઍક્ટર છે જેણે ઍક્શન, કોમેડી, રોમેન્સ અને ડ્રામા એમ તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે અને તે માને છે કે કોઈ પણ કામ અઘરું છે, સહેલું નથી. લોકોને હસાવવાનું કામ સૌથી અઘરું છે. એક સત્યઘટના પર આધારિત ફિલ્મ રેઇડ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે ત્યારે તેણે કહ્યું હતું કે ફિલ્મોમાં હું મારી શરતે કામ કરું છું એનો મને આનંદ છે. આ ફિલ્મ ઇન્કમ ટેક્સના દરોડાને લગતી છે. આ ફિલ્મ જોઈને લોકોને જાણ થશે કે એક રેઇડ પાડવા માટે પણ અધિકારીઓને કેવી-કેવી તૈયારીઓ કરવી પડે છે. આ કામ સહેલું નથી.