કોહલીને કિસ કરતી અનુષ્કાની તસવીર વાઇરલ: 12 કલાકમાં 20 લાખ લાઈક્સ


મુંબઇ: ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પછી આરામ પર છે. તે પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. વિરાટ કોહલીએ એક તસવીર શેર કરી હતી, જેના થોડા કલાકોમાં જ અનુષ્કા શર્માએ એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તે વિરાટ કોહલીને કિસ કરી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ બની હતી. ફેન્સ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પોસ્ટની રાહ જોતા હોય છે.
અનુષ્કા શર્માની આ તસવીર ફેન્સને ઘણી સારી લાગી હતી. ઘણા સમય પછી અનુષ્કા વિરાટ કોહલીને મળી હતી અને તેને કિસ કરતા તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરને 12 કલાકની અંદર જ 20 લાખથી વધુ લાઇક્સ મળી હતી જ્યારે વિરાટની તસવીરને 15 કલાકમાં 21 લાખ લાઇક્સ મળી હતી.