T-20માં હિટવિકેટ આઉટ થનાર રાહુલ પ્રથમ ભારતીય


નવીદિલ્હી: શ્રીલંકા સામેના ગઇકાલના મેચમાં ભારતીય બેટધર કે.એલ.રાહુલ હિટ વિકેટ આઉટ થયો હતો. ટવેન્ટી20માં આ પ્રકારે વિકેટ ગુમાવનાર રાહુલ પ્રથમ ભારતીય બેટધર બન્યો છે. શ્રીલંકન સ્પિનર જીવન મેન્ડિસની બોલિંગમાં બેકફૂટ સ્ટ્રોક રમવાના પ્રયાસમાં રાહુલનો જમણો પગ સ્ટમ્પને સ્પર્શી જતા તે આઉટ થયો હતો. તેણે 18 રન બનાવ્યા હતાં.