જામનગરમાં બિલ્ડરોએ GDCR માં સુધારા અંગે ઉઠાવેલી માંગ


જામનગર તા.13
જામનગર શહેરના બિલ્ડરો દ્વારા ગુજરાત શહેરી વિકાસ વિભાગના જીડીસીઆરના નિયમોમાં સુધારો કરવા માટે ચાર જેટલા મુદ્દાઓને આધારીત આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું અને જાહેર ક્ષેત્રના બાંધકામના વિકાસને સરળ તેમજ ઝડપી બનાવવાની માંગણી સાથે જામનગર સ્થિત રાજ્ય કક્ષાના કેબીનેટ મંત્રી આર.સી.
ફળદુના કાર્યાલયે રજૂઆત કરવામાં આવી હતી. શહેરી વિકાસ વિભાગના નિયમોમાં વિસંગતતા હોવાથી નિયમોમાં સુધારા કરવા જરૂરી હોવાની માંગણી કરવામાં આવી હતી.
ઉપરોકત રજૂઆતમાં જણાવાયું હતું કે જીડીસીઆરમાં 9 મીટર ફ્રન્ટ રાખવામાં આવેલ છે જે વાસ્તવમાં ત્રણ મીટરનો હોવો જોઇએ. બીજુ બીનખેતી થયેલા પ્લોટમાં ડેવલપમેન્ટ વખતે કોઇપણ કપાત હોવી જોઇએ નહિ, ત્રીજુ સર્વિસ સ્ટેશન વગરના ફયુલીંગ સ્ટેશનો માટે મોરો ફ્રન્ટેજ 70 મીટર
રાખવો અને ક્ષેત્રફળ પ00 ચો.મી. રાખવું જોઇએ.
આ સુધારાની માંગણી સાથે બીલ્ડર એસો.એ જણાવ્યું હતું કે શહેરમાં બાંધકામ ક્ષેત્રનો વિકાસ સરળ બને તેમજ એકદમ ઝડપથી વિકસીત થાય તે બાબતને ધ્યાનમાં રાખીતે ત્વરીત નિર્ણય થાય તેવી માંગણી કરાઇ હતી.