જામનગરમાં ‘નીરવ મોદી’ની પીએનબીને ભલામણ: બેરોજગારને મોટી લોન દ્યો!


જામનગર તા.13
જામનગર શહેર યુવક કોંગ્રેસ દ્વારા ગઇકાલે પંજાબ નેશનલ બેંકની બ્રાંચના દ્વારે નવતર પ્રકારનો વિરોધ પ્રદર્શિત કરાયો છે. એક યુવાનને નિરવ મોદીનો મુખાટો પહેરાવી પોતે પંજાબ નેશનલ બેંકના મેનેજરને મોટી લોન આપવા માટે ભલામણ કરી રહ્યા છે તેવો આશ્ર્ચર્યજનક કાર્યક્રમ સાથે એક બેરોજગાર યુવાનને કરોડોની લોન અપાવી દેવાનો ભલામણ પત્ર તૈયાર કરી નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
ગુજરાતમાં શિક્ષિત બેરોજગારની સંખ્યા વધતી જાય છે ત્યારે દેશમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારા નિરવ મોદી જેવા શખ્સો બેંક સાથે ફ્રોડ કરી ભાગી જાય છે. સરકાર દ્વારા તેઓને પકડી લાવી વસુલાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી સાથે આજે જામનગર શહેર યુવક કોંગ્રેસ દ્વારા નવતર પ્રકારનો વિરોધ પ્રદર્શિત કરાયો હતો.
કોંગીના જ એક કાર્યકરને નિરવ મોદીનું મુખોટી પહેરાવ્યું હતું. ત્યારપછી એક શિક્ષિત બેરોજગાર યુવાન કે જે યુવક કોંગ્રેસના હોદ્ેદાર છે તેને મોટી લોન બેંકમાંથી લેવી છે તેવી માંગણી સાથે બેંકના મેનેજર પાસે લઇ ગયા હતા અને અરજી કરી હતી. ઉપરાંત બેંકના મેનેજરને મોટી લોનની રકમ આપવા માટે નિરવ મોદીનો ભલામણ પત્ર પણ રજૂ કરાયો હતો અને બેંક મેનેજરની સામે નિરવ મોદીનો મુખોટો પહેરનાર કાર્યકર સ્થળ પર હાજર રહીને કરોડોની લોન આપવા માટે બેંક અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં મદદ કરી રહ્યો હતો. આ નવતર પ્રકારના વિરોધને લઇને બેંકના દ્વારે તેમજ બેંકના કર્મચારીઓમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
કાલાવડના ધુનધોરજીમાં બાઇક પરથી પટકાઇ પડતા યુવતીનું મૃત્યુ
કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતી નજમીનબેન ઇકબાલભાઇ વલીમામદભાઇ સમા નામની 18 વર્ષની અપરણીત સંધી યુવતી પોતાના પિતાના બાઇકમાં બેસીને જઇ રહી હતી જે દરમિયાન ધુનધોરાજી ગામ પાસે અકસ્માતે બાઇક પરથી નીચે પડી જતા માથાને ભાગે ઇજા થતા તેણીને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગરમાં પરણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર સુભાષ પાર્ક વિસ્તારમાં રહેતી અનીતાબેન અનિલભાઇ ભદ્રા નામની ર7 વર્ષની ભાનુશાળી જ્ઞાતિની પરીણીતાએ ગઇકાલે પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો દ્વારા આત્મહત્યાનો
પ્રયાસ કરતા તેણી બેશુધ્ધ બની
ગઇ હતી અને સારવાર માટે
જી.જી. હોસ્પીટલમાં લઇ જવાતા તબીબે તેણીનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. (તસવીર: સુનીલ ચુડાસમા)