અકસ્માતમાં મૃત્યુ પામનારાના વારસદારોને 42.31 લાખ વ્યાજ સાથે ચુકવવા આદેશ


જુનાગઢ તા,13
જુનાગઢની કલેઈમ અને ટ્રીબ્યુનોલ તેમજ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજે 2013માં થયેલા અકસ્માતના કેસમાં મૃત્યુ પામનારના વારસદારોના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. જેમાં જજ ડી.ટી.સોનીએ વીમા કંપની સામે કરેલા કલેઈમ કેસમાં રીલાયન્સ જનરલ ઈન્સ્યોરનસ વીમા કંપનીને 8 ટકા વ્યાજ સાથે 42,31000 રૂા. ચુકવી આપવા આદેશ કર્યો હતો. આ કેસમાં ગત 28 જુન 2013ના મૃત્યુ પામનાર અશોકભાઇ સીરોજીયા તેમનું મોટર સાયકલ લઇને નોકરી પરથી પરત ફરતા હતા. ત્યારે યશોદાનગર ચાર રસ્તા પર બેફામ ઝડપે આવી રહેલી ક્રઇન પુરપાટ ઝડપે બેફીકરાઈથી ચલાવીને સરકારી જીપ્સીને ટકકર મારી હતી.
આ ટકકરમાં અશોકભાઇ અને સુરેન્દ્રસિંહ હડફેટે આવી ગયા હતા. જેથી આ ટકકરમાં સુરેન્દ્રસિંહ સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા અને અશોકભાઇનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
આ અંગે ગત 9 માર્ચના બાવીસ પાનાના આ ચુકાદામાં સાક્ષીઓની જુબાની, પીએમ રીપોર્ટ, ઈન્સ્યોરન્સ પોલીસી વગેરે મહત્વના દસ્તાવેજોને ધ્યાને લેવામાં આવ્યા હતા.
જેમાં મૃત્યુ પામનાર અશોકભાઇના વારસદારો તેમની પત્ની સોનલબેન, દિકરી ધારાબેન તેમજ સગીર દીકરો ધાર્મિક સીરોજીયાને કલેઈમના રૂા.42,31000/- 8 ટકા વ્યાજ સાથે ચુકવી આપવા ટ્રીબ્યુનલ તેમજ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.ટી. સોનીએ રીલાયન્સ જનરલ ઈન્સ્યોરનસ વીમા કંપનીને આદેશ કર્યો છે.
પીધેલો પકડાયો
વિસાવદર તાલુકાના ભલગામમાંથી બાઈક ચાલક, નાના ઝાંઝેસરના સંજય ભીખુ વિકમા અને માળીયામાંથી અમરાપુરના અમીનમહમદ કોટડીયાને પોલીસે કેફીપીણુ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.
દેશી દારૂ
જુનાગઢના નિચલા દાતાર, નગીના ખાણ મુબારક બાગ વિસ્તાર અને વાણંદીયા ગામેથી પોલીસે દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. રેઈડ દરમીયાન અનવર હાસમ કુરેશી, અજય હનુ ચુનારા, રંભાબેન રૈયા, સોમા ગોબર દેત્રોજા નાસી ગયા હતા.