જામનગરમાં મોબાઈલના શો-રૂમમાંથી રૂા.16 લાખના મોબાઈલની ઉઠાંતરી

એક શખ્સ દુકાન આડે ચાદર રાખી ઊભો રહ્યો, બીજાએ શર્ટર ઊંચુ કર્યું: માત્ર 20 મિનિટમાં 105 મોબાઈલ ચોર્યા
જામનગર તા,13
જામનગરમાં લીમડા લેન જેવા ભરચક વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને દુકાનના શટર ઉંચકાવી અંદરથી રૂા.16 લાખની કિંમતના 105 જેટલા કિંમતી મોબાઈલ ફોન ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાંફલો મોબાઈલ ફોનના શો રૂમ પર પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને શોધવા કાર્યવાહી હાથ ધરી છે. શોરૂમના અંદર અને બહારના સીસીટીવી કેમેરામાં ચાર તસ્કરો કેદ થયા છે. જેઓએ આગલા દિવસે રેકી પણ કરી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
જામનગર શહેરમાં તસ્કરોની રંજાડ ખૂબ જ વધી ગઈ છે. શહેરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલી પ્લસ પોઈન્ટ નામના મોબાઈલના શો રૂમમાં રાત્રીના 4:30 વાગ્યા પછી તસ્કરો ત્રાટક્યા હતા. બે તસ્કરો મુખ્ય માર્ગ પર ઉભા રહ્યા હતા. જ્યારે એક તસ્કર દુકાનની બહાર ચાદર આડી રાખીને ઉભો રહ્યો હતો. જ્યારે ચોથા તસ્કરે શટર ઉંચકાવી લીધું હતું અને અંદર ખુસ્સો હતો. ત્યાર પછી બજા શખ્સ શટર ફરીથી બંધ કરી દીધું અંદર ઘુસેલા તસ્કરે 15થી 20 મિનિટ જેટલા સમય સુધી અંદર રોકાણ કરી જુદા જુદા 105 નંગ જેટલા કિંમતી મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી એક થેલામાં ભરી ચોરી કરી હતી. ત્યાર પછી બહાર ઉભેલા તસ્કરને મોબાઈલ ફોન મારફતે જાણ કરતા ફરીથી શટર ખોલાયું હતું અને બહાર નિકળી ફરીથી દુકાનનું શટર બંધ કરી ચારેય તસ્કરો અંદાજે રૂા.16 લાખની કિંમતના બોકસ સહિતના મોબાઈલ ફોન લઈને રફુચકકર થઈ ગયા હતા.
દુકાનના સંચાલકે આજે સવારે પોતાનો શો રૂમ ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે શટર ઉચકાયેલું ધ્યાનમાં આવ્યું હતું. જ્યારે અંદર જઈને નિરિક્ષણ કરતા સંખયાબંધ કિંમતી મોબાઈલો ગાયબ થયેલા માલુમ પડતા તુરંત જ પોલીસને જાણ કરેલ હતી. જામનગરના સીટી ડીવીયાએસપી, એલસીબી, એસઓજી અને સીટી બી ડીવી.નો સ્ટાફ વગેરે લીમડા લાઈનમાં આવેલા શો રૂમ પર પહોંચી ગયા હતા અને સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી હતી. શહેરના રેલ્વે એસટી તેમજ ખાનગી ટ્રાવેલ્સના સ્થળો પર પેટ્રોલીંગ શરૂ કરી દેવાયુ હતુ અને ચેકપોસ્ટ પર નાકાબંધ પણ કરી હતી. જોકે તસ્કરો મોબાઈલ ફોનનો જથ્થો લઈને ભાગી છુટ્યા હોવાનું અનુમાન કરાયું છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ નિહાળ્યા હતા. જેમાં કોઈ પરપ્રાંતિય ચાર શખ્સો દ્વારા આગલા દિવસે રેકી કરી લીધા પછી ગઈ રાત્રે ચોરીની ઘટનાને અંજામ આપ્યાનું અનુમાન કરાયું છે. ગઈકાલે સાંજે પણ તસ્કરોએ મોબાઈલ ખરીદવાના બહાને શો રૂમમાં આવ્યા પછી શો રૂમના કાચના ડોરના લઇોકમાં ફેવછીકવીક જેવો પદાર્થ ચીપકાવી દીધો હતો. જેના કારણે અંદરનો લોક રાત્રીના સમયે લગાવવા શકય બન્યો ન હતો અને માત્ર શટર બંધ કરીને જ શો રૂમના સંચાલકો ગયા હતા. જેનો તસ્કરોએ લાભ લઈ શટર ઉં0ચકાવી લીધું હતુ ં અને ચારી કરી ભાગી છુટ્યા હતા. તસ્કરોએ ચોરી કરતી વેળાએ પોતાના મોબાઈલ ફોનમાંથી બેથી ત્રણ વખત વાતચીત કરી હોવાથી તેની કોલ ડીટેઈલના આધારે પણ તપાસનો દોર આગળ ધપાવાયો છે. લીમડાલેન વિસ્તારમાં મોબાઈલની દુકાન અને તેમાં ચોરી કરતા તસ્કરોના સીસીટીવી ફૂટેજ (તસવીર: સુનિલ ચુડાસમા)