લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં બાહુબલિ પછી કટપ્પાનું સ્ટેચ્યૂ


લંડન: 28 એપ્રિલ 2017ના રોજ રિલિઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલિ-2ની આજે પણ ચર્ચાઓ થઇ રહી છે અને તેની પાછળનું કારણ છે કટપ્પા. પ્રભાસ બાદ હવે કટપ્પા એટલે કે સત્યરાજનું વેક્સ સ્ટેચ્યુ લંડનના તુસાદ મ્યુઝિયમમાં મુકાશે. તેમના દીકરાએ આ અંગેની જાણકારી ટ્વિટર પર આપી હતી. ફિલ્મા મુખ્ય કિરદારો માંથી એક એવા કટપ્પાની ભૂમિકા નિભાવનાર સત્યરાજનું વેક્સ સ્ટેચ્યૂ લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. મ્યુઝિયમમાં સત્યરાજને કટપ્પાના અવતારમાં દર્શાવવામાં આવશે. મેડમ તુસાદ બાદ પ્રભાસ બાદ તેમને આ સન્માન આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ સત્યરાજ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બીજા એવા એક્ટર છે જેનું વેક્સ સ્ટેચ્યુ મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાશે. બાહુબલી ફિલ્મમાં બાદુબલી બાદ કટપ્પાનું પાત્ર લોકપ્રિય બન્યુ હતું. ફિલ્મનો બીજો ભાર રિલિઝ ન થયો ત્યાં સુધી દરેકના મનમાં એક જ સવાલ હતો કે કટપ્પાને બાહુબલી કો ક્યું મારા? સોશિયલ મીડિયા પર પણ આ સવાલ ટ્રેન્ડ કરી રહ્યો હતો.
કટપ્પાના પાત્રની મદદથી સત્યરાજ દુનિયાભરમાં જાણીતા બન્યા છે. ઉલ્લેખનીય છે કે બાહુબલી વર્ષ 2017ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ રહી. ફિલ્મ રિલિઝ થયાના માત્ર 10 દિવસની અંદર જ ફિલ્મે 1000 કરોડનો આંકડો પાર કરી લીધો હતો.