ગુજરાતમાં નક્સલીની થ્રીલર એન્ટ્રી

 બનાસકાંઠામાં બસો જેટલા ગ્રૂપની રીતસર હાંક વાગે છે: નક્સલીઓ સામે પગલાં ભરવામાં પોલીસ પણ ભયભીત!
અમદાવાદ તા.13
પોતે જ ભારત સરકાર છે, પોતાને જ જળ જંગલ જમીન ઉપર પોતાનો જ અધિકાર છે તેમ કહી ને બનાસકાંઠાના આદિવાસી વિસ્તારોમાં પગપેસારો કરી રહેલો નક્સલવાદ હવે આગળ વધી રહ્યો છે. લોકોને પોતે જ ભારત સરકાર છે એવું કહીને આદિવાસી પ્રજાને ભરમાવવાનું કામ કેટલાંક લોકો કરી રહ્યાં છે. તેમના ખર્ચ કાઢવા અને પોતાના સંગઠનને મજબૂત કરવા માટે ખાણ માલિકો પાસેથી રોયલ્ટીના નામે ખંડણી વસુલ કરાઈ રહી છે. આ ગેંગ ગુજરાત સરકાર કે ભારત સરકાર ના અસ્તિત્વ ને સ્વિકારતી નથી. આ ગેંગ પોતે જ ભારત સરકાર છે અને તેના રાજચિન્હ પણ છે. એવું આદિવાસી પટ્ટામાં તેઓ પ્રચાર કરી રહ્યાં છે. પોતાના અલગ વહીવટી સ્ટેમ્પ છે. પોતાના જ કાયદા અલગ બનાવ્યા છે. કાયદા બંધારણના છાપેલા પુસ્તકો પણ છે. ગેંગનુ વડું મથક વ્યારાના જંગલોમાં મનાય છે. તેઓ ફાંકડું અંગ્રેજી બોલે છે. પોલીસને પણ કહે છે કે તેમનો કાયદો નહીં ચાલે અમે લખેલો કાયદો જ આદિવાસી વિસ્તારમાં ચાલશે.
આદિવાસી ગેંગ સતિ - પતિ પરંપરા તરીકે ઓળખાય છે. તે જ રીતે પોતાને ઓળખાવે છે. આ પરંપરા 1961માં વ્યારા સ્થિત આદિવાસી નેતા કુંવર કેસર નામના શરુ કરી હતી અને તેમના અવસાન પછી તેનો પુત્ર આ કહેવાતી સરકાર ચલાવે છે. આ અંગે સમગ્ર વિગત ગુજરાત પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા પાસે છે.
જે નાણાં નથી આપતાં તે ઉદ્યોગો બંધ કરાવી દેવામાં આવે છે. આવી એક ફરિયાદ કરવા માટે પોલીસને ખાણ માલીકે અરજી કરી છે. પણ પોલીસે તેની હજુ સુધી અગમ્ય કારણોસર ઋઈંછ નોંધી નથી. બનાસકાંઠાના અમીરગઢ વિરમપુર પંથકમાં આ પરંપરાના અનુયાયીઓએ 2014થી સ્થાનિક આદીવાસીને ભડકાવી બહેકાવીને પોતાની સાથે જોડવાનું શરૂ કર્યું હોવાનું મનાય છે.
ગુજરાતની આદિવાસી પટ્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી હોવાથી આવી ગેંગ આ રાજ્યોમાં ગમે ત્યાં ગરકાવ થઈ જાય છે. જેગલોમાં છુપાય જાય છે. તેથી પોલીસને હાથતાળી આપી શકે છે. 2014માં કેન્દ્રીય આઈ.બી.એ 10 પાનાનો એક અહેવાલ કેન્દ્ર સરકારને આપ્યો હતો. આસામ, નાગાલેન્ડ જેવો નકશાલવાદ અહીં આકાર પામી રહ્યો છે. જો તેને ગંભીરતાથી લઈને રોકવામાં નહીં આવે તો આ વિસ્તાર ગુજરાત માટે અત્યંત જોખમી બની રહેશે. તેમની પોતાની કોર્ટ છે. અને પોતાનું પંચ પણ છે. આવા પંચની એક બેઠક મળી હતી. જે ફોટોમાં દેખાય છે. તેમનો પોતાનો પ્રોટોકોલ છે. કોને કઈ રીતે મળવું અને કઈ રીતે વાત કરવી તે નવી પદ્ધતિ વિકસાવી છે. અમીરગઢ આપસાસ આવા 200 જેટલાં લોકો સક્રિય હોવાનું સૂત્ર માની રહ્યા છે. પોલીસ તેનાથી ડરતી હોવાથી તેની સાથે સમાધાન કરી દેવા માટે ફરિયાદ કરનારને સમજાવે છે. પણ આ ગેંગ સામે કોઈ પગલાં ભરતી નથી.
આ ગેંગ સાથે જોડાયેલો લોકો બેંક લોન લઈને ભરતાં નથી. જેના કારણે જે ગામમાં લોન ન ભરાય હોય તે ગામમાં કોઈને બેંક લોન આપતી નથી. વીજળીના લાખો રૂપિયાના બિલ બાકી છે. વીજ જોડાણ લેવાના બદલે જીઈબીના વાયર પર તેઓ જોડાણ લઈ છે. જીઈબીના અધિકારીઓ ત્યાં જઈ શકતાં નથી. તેથી અમીરગઢ આસપાસના ગામોના સરપંચો આ ગેંગથી કંટાળી ગયા છે. એક વર્ષથી આ પ્રવૃત્તિ વધી છે. પહેલાં થોડા લોકો હતા. હવે દરેક ગામમાં ચાર પાંચ લોકોની આ પ્રવૃત્તિ સાથે જોડાયેલાં છે.
રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ આ લોકો રાખતાં નથી. તેનો ઉપયોગ પણ કરતાં નથી. એસ ટી બસની ટિકિટ લેતા નથી. સબ ભૂમિ અપની જેવું તેમનું વર્તન છે. પોતાના જ સ્ટેમ્પ પેપર તૈયાર કર્યાં છે.   પાંચ વર્ષ પછી અંબાજી જઈ નહીં શકાય
જો સતત પાંચ વર્ષ સુધી આવું જ ચાલતું રહ્યું તો અંબાજી દર્શન કરવા માટે કોઈ જઈ નહીં શકે. અંબાજી મંદિરની આવક અને સંપત્તિ માં પણ પોતાનો હક હોવાનો આ સેનાનો દાવો છે. અંબાજીમાં પણ માર્બલની ખાણોમાં આ રીતે ખંડણી ઉઘરાવવા માટે ગયા હતા. તેમની સામે પણ પોલીસ ફરિયાદ થઈ હતી. માઈનિંગ કરવાના ડીટોનેટર તેઓ ફરજિયાત દરેક માઈન પાસેથી ઉઘરાવે છે. સાબરકાંઠામાંથી પણ આવા અક્સપોલીઝવ પકડાયા હતા. આ પદાર્થ મોટા ઘડાકા કરવામાં વપરાય છે. ખાણોમાં તેના બ્લાસ્ટ કરીને પથ્થરો તોડવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ સ્ફોટક પદાર્થો આ ગેંગ પાસે જઈ રહ્યાં છે. જેનો ખતરનાક ઉપયોગ થઈ શકે છે. ભુજ રેન્જ આઈજી પીયુષ પટેલ જાણે છે. તેમની સમક્ષ સ્થાનિક રજૂઆત કરી છે. સ્થાનિક લોકોએ પી.આઈ. દેસાઈ સમક્ષ આ બધી બાબતો રજૂ કરી છે. પીયુષ પટેલે આ અંગે એક અહેવાલ પણ મંગાવ્યો છે. નકસલીઓનો કાળો કેર
પોતાના જ કાયદા, અલગ બંધારણ!
બેંક લોન લઈ ભરતા નથી
વીજબિલ ભરતા નથી
રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધાર કાર્ડ રાખતા નથી
એસ.ટી બસની ટિકિટ લેતા નથી
પોતાના જ સ્ટેમ્પ પેપર તૈયાર કર્યા