ધ્યેય તરફ આગળ ધપવાનો આનંદ!

ધ્યે ય સુસ્પષ્ટ હોય તો દરેક કાર્ય અને પ્રવૃત્તિનું આયોજન કરવામાં સુગમતા રહે. ધ્યેય જ ન હોય તો પછી કાર્ય કે પ્રવૃતિ બસ એમ જ કરવા ખાતર કે વ્યર્થતાથી થતા રહેતા હોય. ધ્યેય રાખીએ એટલે સમયના સદુપયોગ વિશે ખૂબ સભાનતા અને એકદમ જાગૃતિ કેળવાય જાય! અર્થહીન વાતોમાં કે કામમાં સમય વેડફયો એ વ્યકિતને કદી ન ગમે જેણે નકકી કર્યુ હોય પોતાનું ચોકકસ ઘ્યેય! નિયત સમયમાં ઘ્યેય પ્રાપ્તિ ન થઇ શકે એમ હોય ત્યારે પણ આપણને તેનું પૃથ્થકરણ કરવું ખૂબ ગમે. અચાનક ઊભી થતી વિકટ પરિસ્થિતિને કારણે, અન્ય બિનજરૂરી બાબતો તરફ આકર્ષિત થવાથી વેડફાય ગયેલા સમયને કારણે, જરૂરી સંસાધનો કે ક્ષમતાના અભાવને કારણે ધારેલું લક્ષ્યાંક પાર પાડવામાં મુશ્કેલી પડે એમ બને. એ ખ્યાલ આવી જાય કે કયા પરિબળને કારણે નિયત સમયમાં હાથ પર લીધેલું કામ પૂર્ણ થઇ શકતું નથી તો પછી સુધારાના જરૂરી પગલાં લઇને પુન: કામ પર લાગી જઇને ઘ્યેય સુધી પહોંચવામાં મળે છે. સફળતા પોતાની ક્ષમતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાથી વધુ સરસ રીતે કામ પૂર્ણ કરવાનું સરસ રીતે બનતું હોય છે. શકય. અમુક બાબતોમાં વિશેષ રસ લઇને, જરૂરી જ્ઞાન અને કૌશલ્યમાં સતત વધારો કરતા રહીને, ઉલ્લાસ અને ઉત્સાહથી દરેક કાર્ય કરીને આપણે નિયત સમયમાં ઘ્યેય પ્રાપ્ત કરીને વધુ ઊંચો ઘ્યેય રાખવાનું સપનું પણ કરી શકીએ સાકાર! નિશાન ચૂકી જવાય તેનો વાંધો ન હોય શકે પણ નિમ્ન સ્તરનું નિશાન માફીપાત્ર નથી! જે વ્યકિતઓએ જે તે ક્ષેત્રમાં અદભુત કંઇક સિઘ્ધ કરી બતાવ્યું છે તેમાંથી પ્રેરણા લઇને, તેઓના કાર્યોનો, અભિગમનો, આવડત અને દક્ષતાનો સરસ અભ્યાસ કરીને આપણે પણ ઘણું બધું શીખી શકીએ અને ધ્યેયલક્ષી બની શકીએ! જીવન પર્યત શીખતા રહીને જ સાધી શકાય છે ખરા અર્થમાં વિવિધતાસભર વિકાસ. એમા જ છે. ધ્યેયની સાર્થકતા! સમયની સાથે કદમ મીલાવીને ચાલવામાં જેને મઝા આવે નવું શીખવામાં જેને આનંદ આવે તેઓ જ સિઘ્ધ કરી બતાવે છે ખૂબ અઘરો લક્ષ્યાંકો અને ઘ્યેય પણ!
ધ્યેયલક્ષી કાર્ય વધુ ફળદાયી નીવડે, ચોકકસ હેતુ સાથે જ આપણે કરતા હોઇએ છીએ પ્રવૃતિ અને કાર્ય. તેમાં નિખાર લાવવા માટે રસપૂર્વક અને ખંતપૂર્વક આગળ ધપવું ખૂબ જરૂરી. ઘણી વખત બસ એ જ કાર્ય કરીએ ને એમાંથી અચાનક કોઇ ઘ્યેય મળી જાય એમ પણ બને! મિત્ર મેહુલ સાથે એવું જ બનેલું! કોઇના કહેવાથી તેણે મારી પુસ્તક ગોષ્ઠિ બેઠકમાં હાજરી આપી! પછી તો પુસ્તક વિશે વાત સાંભળવાનો એને ચસકો લાગ્યો! પછી વાંચનનો શોખ પણ લાગ્યો! મેહુલ હવે ખૂબ વાંચે છે! દર વરસે તે એ પણ નકકી કરી લે છે કે બાર મહિનામાં કેટલા પુસ્તકો વાંચશે ! અન્ય મિત્રોને પણ તે વાંચનાભિમુખ કરવાનું અનાયાસે કામ કરતો રહે છે ! મેહુલના વ્યકિતત્વમાં, વિચારોમાં આવી ગયું છે એકદમ પરિવર્તન પણ! તેનું મિત્ર વર્તુળ પણ હવે બની ગયું છે ખૂબ મોટું. મેહુલને મળવું હંમેશા ગમે! વાંચવ જેવા પુસ્તકોની યાદી તે મને પૂછે! એ કહેવામાં પણ મને મળે ખૂબ ખુશી અને તીવ્ર આનંદ! ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને નકકી કરેલો સમય મર્યાદામાં કોઇ કાર્ય પૂર્ણ કરી લઇએ તો એનો અર્થ થાય કે ઘ્યેયપ્રાપ્તિ માટેની આપણ અભિપ્સા થઇ રહી છે સાકાર! કોઇ એક ઘ્યેયને નાના નાના ઘ્યેયોમાં વિભાજીત કરીને, એ બધાને એક પછી એક હાંસલ કરીને આપણે મુખ્ય ઘ્યેયને પામી શકીએ છીએ, મેળવી શકીએ છીએ શ્રેષ્ઠતમ સફળતા અને સિઘ્ધિ જેતે ક્ષેત્રમાં! તન્મય નામનો મારો મિત્ર પુસ્તક વાંચનમાં આ સિઘ્ધાંતને અમલી બનાવે! તેણે વાંચવા હાથ પર લીધેલો પુસ્તકમાં જો ત્રણસો પેઇજ હોય તો તન્મય રોજા ત્રીસ પેઇજ અચૂક વાંચે જ! એ કહે કે આ મારી અગ્રિમતા! દિવસના બધાં કાર્યો તો કરવાના હોય જ! પણ ત્રીસ પેઇજ વાંચવાનો સમય કોઇપણ રીતે મેળવી જ લઉ!
કયારેક તો બે દિવસમાં વાંચવા ધારેલું હોય એ વંચાય જાય એક જ દિવસમાં! એટલે પુસ્તક વાંચવાનું ધાર્યાથી ઓછા દિવસમાં પણ થઇ જાય પૂર્ણ! ને નવું પુસ્તક વાંચવાનો ઉમળકો આસમાને! આમ આગળ ધપતી રહે અને માલામાલ કરીદે તન્મયને આ મસ્ત મઝાની ઘ્યેયલક્ષી વાંચન યાત્રા! જે બીજાને પણ કરે પ્રેરિત!
જે પણ લોકોએ પોતાના જીવનમાં અદ્ભૂત કહી શકાય એવી સફળતા મેળવી છે તેઓએ અનિવાર્યપણે એ કાર્ય કરવા માટે, સિધ્ધપ્રાપ્ત કરવા માટે, કંઇક અનોખુ અને અદ્વિતીય કરતા માટે ઘ્યેય કેળવીને, નિશ્ર્ચિત કરીને પોતાના કાર્યો તેમજ પ્રવૃતિઓને એ મુજબ લયબઘ્ધ અને તાલબઘ્ધ બનાવટની કરી હોય છે ભરપુર કોશિશ. નિષ્ફળતામાંથી નવા જ પાઠશીખીને, એ અનુભવનો ઉપયોગ ત્યારબાદ સમયાંતરે કરીને પુન: વધુ સફળ થવામાં મળતી હોય છે સફળતા. દક્ષતા, ક્ષમતા તેમજ કૌશલ્ય વિકસાવવામાં એકદમ મદદકર્તા સાબિત થતું હોય છે ધ્યેય ધારેલા કે નકકી કરેલા સમયમાં ધ્યેય પ્રાપ્ત કરવામાં સફળતા ન પણ મળે તો પણ કાર્ય કરવાનું તેમજ આગળ ધપવાનુ કદી પણ ન રાખી દેવાય મુલતવી! ધ્યેયનુ સમયસર પૂર્ણ થવું તેને પ્રાપ્ત કરવામાં સફળતા મળવી એ આપણને વધુ ઊંચા ધ્યેય રાખવાનુ: આહવાન આપે.
આગળ જતા આપણે એવા મુકામ પર પહોંચી જતા હોઇએ છીએ કે અન્યોને ઘ્યેય નકકી કરવામાં તેમજ
ત્યાં સુધી પહોંચતા કરવામાં આપણી ભૂમિકા રાહબર અને માર્ગદર્શકની બની રહેતી હોય!
ખુદની શકિતઓને પારખી લઇ તેનો ખૂબ સરસ ઉપયોગ કરી શકે છે જે એ પછી અન્યોની શકિત, ક્ષમતા આવડતનો પણ સરસ ઉપયોગ કરવામાં બધાને થયા છે મદદરૂપ!
ધ્યેય વિશે આજે આપણે જે ઘ્યેયલક્ષી વાતો કરીએ હતી બ્રાયન ટ્રેસી લેખિત વિશ્ર્વ વિખ્યાત લેખક અને ટ્રેનર તરીકે કાર્ય કરતા ટ્રેસી સાહેબ આપણને એમ પણ કહે છે કે જે કંઇ વાંચો એ પણ કહેવું જોઇએ એકદમ હેતુલક્ષી અને ઉપયોગી પણ! પાઠવજો પ્રતિભાવ તમે અને હું અટકું આ મુકામ પર! ‘બુક ટોક’ સલીમ સોમાણી yourssalimsomani@gmail.com