પ્રજાપતિ સમાજના ધોરણ 10 અને 12ના છાત્રોને શુભેચ્છા


રાજકોટ,તા.12
વાટલીયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વાટલીયા પ્રજાપતિ સમાજ તથા સમસ્ત પ્રજાપતિ સમાજ ના ધો.10 એસ.એસ.સી તથા ધો12 એચ.એસ.સી. બોર્ડના પરિક્ષાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવે છે.
આખા વર્ષમાં જે મહેનત કરી છે એમનું પરિણામ લાવવાનો સમય આવી ગયો છે. છેલ્લા એક -દોઢ વર્ષથી વિદ્યાર્થીઓએ બોર્ડની તૈયારી ચાલુ કરી દીધી, હશે, અથાગ મહેનત, સખત પરિશ્રમ કર્યા પછી સમય આવી ગયો છે શ્રેષ્ઠ પરિણામ લાવવાનો.
સમાજના દરેક વાલીઓને અનુરોધ છે કે અપના સંતાનોલ નેુ ભરપુર આત્મવિશ્ર્વાસથી પરિક્ષા આપવા મોકલીએ અને એમની સફળતામાં માર્ગદર્શકનો ભૂમિકા નિભાવીએ.
વાટલીયા પ્રજાપતિ યુવક મંડળ અંતર થી દરેક પરિક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવે છે. આવો ઝળહળતી સફળતા મેળવીએ અને એક નવી કામઆબી મેળવીએ. એમ પ્રમુખ મનસુખભાઇ ધંધુકિયાની યાદીમાં જણાવાયુ છે.