વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમના વિભાગમાં છ માસિક મેમ્બરશીપ માટે નવા ફોર્મ વિતરણ શરૂ

રાજકોટ: તા,12
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા નિર્મિત અને સરગમ કલબ સંચાલીત ઈન્ડોર સ્ટેડીયમમાં ચાલતી રમત ગમતની પ્રવૃતિમાં જોડાવા માંગતા લોકોએ છદ માસીક મેમ્બરશીપ માટે નવા ફોર્મ ભરી દેવા તેમજ જુના સભ્યોએ પોતાની મેમ્બરશીપ રીન્યુ કરાવી લેવા સરગમ કલબ દ્વારા અનુરોધ કરાયો છે.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના જણાવ્યા અનુસાર વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમમાં ચાલતી બેડમિન્ટન, ટેબલ ટેનીસ, જીમ, જુડો, ટેકવોન્ડો, ચેસ, કેરમ સહીતના વિવિધ વિભાગમાં આવતા મેમ્બરોએ પોતાની મેમ્બરશીપ તા.15 થી તા.23 સુધીમાં રીન્યુ કરાવી લેવાની રહેશે.
આ ઉપરાંત ઈન્ડોર સ્ટેડીયમમાં જોડાવવા માંગતા નવા સભ્યોએ તા.26ને સોમવારથી બેડમિન્ટન સહિતના અન્ય વિભાગા ફોર્મ સવારે 9:00 વાગ્યાથી સ્વીકારવાનું શરુ થશે. જે વ્યક્તિ હાજર હશે તેને સ્થળ પર જ પ્રવેશ આપી દેવામાં આવશે. ઈન્ડોર સ્ટેડીયમમાં સભ્યપદ મેળવવા માગતા લોકોએ વહેલામાં વહેલી તકે ફોર્મ મેળવીને નિર્ધારિત તારીખે, સમયે હાજર રહેવા અનુરોધ કરાયો છે.
બેડમિન્ટન વિભાગમાં શિખાઉ બેચનો સમય સવારે 9 થી 9:45 અને 9:45 થી 10:30 નો રહેશે.
ઈન્ડોર સ્ટેડીયમના વિવિધ વિભાગોમાં બેડમિન્ટન, ટેબલ ટેનીસ, જીમ, જુડો, ટેકવોન્ડો, ચેસ, કેરમ વગેરે રમતો તો રેગ્યુલર ચાલે જ છે. તેમજ લેડીઝ હેલ્થ કલબમાં પણ પ્રવેશ કાર્યવાહી ચાલુ છે.
વધુ માહિતી તથા પુછપરછ માટે ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કાર્યાલયનો સવારના 9 થી 12 સાંજે 5 થી 8 દરમીયાન ફોન નંબર 0281- 2477555 ઉપર અથવા રૂબરૂ અથવા રૂબરૂ મેનેજર પ્રફુલ્લભાઇ સંધાણીનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
ઈન્ડોર સ્ટેડીયમની સમગ્ર વ્યવસ્થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ જયેશભાઇ વસા, કૌશીકભાઇ સોલંકી, જયદીપસિંહ જાડેજા સહિતના સંભાળી રહ્યા છે.