ઉવસગ્ગહરં સાધના ભવનમાં નવપદ આરાધનાનું આયોજન

રાષ્ટ્રસંત-યુગદિવાકર-પુણ્યસમ્રાટ પરમ પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરીત 4 આફ્રીકા કોલોની સ્થિત ઉવસગ્ગહરં સાધના ભવન (પારસધામ)ની ધન્ય ધરા પર ગોંડલ સંપ્રદાયના તપ સમ્રાટ પૂ.શ્રી રતિલાલજી મ.સા. તથા ગાદીપતિ પૂ.શ્રી ગિરીશમુનિ મ.સા.ના કૃપાપાત્રી પૂ.મુકત-લીલમ-સન્મતિ ગુરુણીના સુશિષ્યા અને પૂજય ગુરુદેવશ્રીના આજ્ઞાનુવર્તિ સરળ સ્વભાવી બા.બ્ર.પૂ.મિનળબાઇમ. તથા જ્ઞાનાભ્યાસી બા.બ્ર.પૂ. શ્રેયાંસીબાઇ મ. સુખ-શાંતામાં બિરાજી રહ્યા છ.
પૂજય ગુરુદેવશ્રીની કૃપા અને પ્રેરણાથી પૂ.સતીવૃંદના પાવન સાનિધ્યમાં ચૈત્ર સુદ 7 ને શુક્રવાર તા.23/3/18 થી પ્રારંભ થતી ચૈત્રમાસની આયંબિલની ઓળી મહામંત્ર નવકારપદની આરાધના સાથે ભવ્યતાથી ઉજવવામાં આવશે. આ આયંબિલ તપમાં નવ દિવસમાં ફકત એક જ વખત-એક જગ્યાએ બેસીને લુખ્ખો આહાર એટલે કે છ વિગય જેમકે તેલ, ઘી, દુધ, દહીં, ગોળ, સાકર વગેરેનો આહાર કરવાનો હોય છે તથા ઉકાળેલ અચેત પાણીનો ઉપયોગ કરવાનો હોય છે. સળંગ નવ દિવસ આયંબિલ થઇ શકે તો શ્રેષ્ઠ છેે અન્યથા છૂટક છૂટક પણ કરી શકાય છે.
આયંબિલની ઓળીના નવ દિવસદરમિયાન તપ-જપ વિગેરે ધર્મારાધનાનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે.
ત્રણ સામાયિક-સવારે 9 થી 12
વ્યાખ્યાન સવારે 9:15 થી 10:15
સમુહજાપ સવારે 10:30 થી 11:30
આયંબિલ વિધિ સવારે 11:30 થી 12:15
અમૃત આયંબિલ 12:15 થી 1:30
નવગ્રહના જાપ બપોરે 4 થી 5
પાપનું પ્રક્ષાલન પ્રતિક્રમણ સાંજે 6:45 થી 8
વિશેષ નવગ્રહના જાપ દરમીયાન જપ આધારકોએ ગ્રહના વર્ણ પ્રમાણે અનુક્રમે તા.23/3 થી 31/3 દરમીયાન સફેદ, કાળો(બ્લુ), લાલ, સફેદ, લાલ, લીલો, પીળો, કાળો(બ્યુ) તથા કાળો(બ્લુ) રંગના વસ્ત્રો પરિધાન કરવાના રહેશે. જેમને ઉપર મુજબ વર્ણના વસ્ત્રો પરિધાન કરવાની અનુકુળતા ન હોઇ તેઓ સફેદ વસ્ત્ર પરિધાન કરી શકશે. તેમજ આયંબિલના પચ્ચખાણ વ્યાખ્યાન દરમિયાન પૂ.મહાસતીજી પાસેથી ગ્રહણ કરવાના રહેશે.
સાધના ભવનના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવીણભાઇ કોઠારી તથા સંઘ પ્રમુખ અલ્પેશભાઇ મોદી અને તેમના સહયોગીઓ તથા દેવાનુપ્રિય હેતલદીદી વગેરે સેવાભાવી કાર્યકરો આયંબિલની ઓળી દરમીયાન તપ-જપ આરાધના ખુબજ સુંદરરીતે થાય તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે અને સર્વે ધર્મપ્રેમી ભાઇઓ-બહેનોને તપ-જપ વગેરે ધર્માનુષ્ઠાનમાં તપ-મન-ધનથી સામેલથઇ કર્મનિર્જરા કરી પુણ્ય ઉપાર્જન કરવા ખાસ વિનંતી કરે છે.