જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા બળો સાથે અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર


જમ્મુ-કાશ્મીર તા.1ર
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા બળોની સાથે અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે. મૃત્યુ પામેલા બે આતંકવાદી સ્થાનિક છે અને એકની ઓળખ હજુ સુધી થઇ નથી. આ આતંકીઓની પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો મળ્યા છે.
સ્થાનિકો લોકોના વિરોધ-પ્રદર્શનની આશંકાને જોતા પ્રશાસને શ્રીનગરમાં સ્કૂલો અને કોલેજોને બંધ કરી દીધી છે અને ઇન્ટરનેટની સ્પીડ ઘટાડી દીધી છે.
પોલીસે કહ્યું કે મૃત્યુ પામેલા આતંકીઓમાંથી એક ઇસા ફજલી શ્રીનગર અને ઓવૈસ કોકેરંગનો રહેવાસી છે. તેની પાસેથી એકે-47 રાઇફલ, પિસ્તોલ, ગ્રેનેડ સહિત મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળ મળ્યા છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહીમાં સુરક્ષાબળોને કોઇ નુકસાન થયું નથી. હજુ પણ તપાસ અભિયાન ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરના ડીજીપી શેષ પોલ વૈદ્યે કહ્યું કે મૃત્યુ પામેલા આતંકવાદીઓમાંથી એક તાજેતરમાં જ સોઉરામાં પોલીસ પોસ્ટ પર હુમલામાં સામેલ હતો. તેમાં એક કોન્સ્ટેબલ શહીદ થયો હતો. આતંકવાદીઓનું આ ગ્રૂપ સુરક્ષાબળો પાસેથી હથિયારો છીનવવામાં સામેલ રહ્યું છે.
આતંકવાદીઓ સ્થાનિક હોવાના લીધે વિરોધની આશંકાને જોતા પ્રશાસને શ્રીનગરમાં સ્કૂલો અને કોલેજો બંધ કરી દીધી છે.