બોલો, શોપિંગના કારણે આ દેશના પ્રેસિડેન્ટે આપવું પડશે રાજીનામું

પોર્ટ લુઈસ, તા.12
મોરિશિયસના પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રેસિડેન્ટ અમીનાહ ગુરીબ- ફકીમ નાણાકિય કૌભાંડના આરોપોને કારણે રાજીનામું આપી દેશે, રાજીનામું સ્વીકારવા માટે પ્રધાનમંત્રી રાજી પણ થઇ ગયા છે. પ્રેસિડેન્ટ પર આરોપ લાગ્યો છે કે એક એનજીઓ દ્વારા મળેલા બેંક કાર્ડનો તેમણે પર્સનલ ખરીદી માટે ઉપયોગ કર્યો હતો.
વડાપ્રધાન જુગનોથે કહ્યું કે ગુરીબ-ફરીમ 12 માર્ચે યોજાનાર દેશની 50મી વર્ષગાંઠ બાદ રાજીનામું આપી શકે છે. કેમિસ્ટ્રી પ્રોફેસર ગુરીમ-ફકીમ 2015માં મોરિશિયસના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બન્યાં હતાં. કહ્યું કે તેમણે કાંઇ ખોટું નથી કર્યું અને બધા પૈસા એમણે પાછા ચૂકવી દીધા છે. 7 માર્ચે આપેલી સ્પીચ દરમિયાન તેમણે કહ્યું કે હું કોઇની ઋણી નથી, 1 વર્ષ બાદ આ ઇસ્યૂ કેમ સામે આવી રહ્યો છે? ઉલ્લેખનીય છે કે એનજીઓએ આપેલા ક્રેડિટ કાર્ડથી જ્વેલરી અને કપડાં ખરીદ્યાં હતાં.
સ્થાનિક અખબારો મુજબ પ્લાનેટ અર્થ ઇંસ્ટીટ્યૂટ દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી પ્રેસિડેન્ટે ઇટાલી અને દુબઇમાંથી પ્રેસિડન્ટે શોપિંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુરીબ-ફરીમ આ સંસ્થાના ડાયરેક્ટર પણ છે. આ ઓર્ગેનાઇઝેશન એજ્યૂકેશન મામલે સપોર્ટ કરે છે. આ મામલે પ્લાનેટ અર્થ ઇંસ્ટીટ્યૂટે હજુ સુધી કાંઇ કોમેન્ટ કરી નથી.