આજની પ્રાર્થના

ભક્તની અને ભગવાનની ભેદરેખા
અત્યાર સુધી કરેલ ભક્તિના નિચોડરૂપે
આ વ્યાખ્યા મેં તારવી છે.
એ સાચી છે કે ખોટી ? એ તો તું જાણે.
પણ તારી નિષ્ક્રિયતા મને તારી
આવી વ્યાખ્યા કરવા પ્રેરે છે.
એક બાજુ મારા લોહીમાં પણ
લયબદ્ધ રીતે તું વહેતો રહેતો રહે છે
અને લોહીને ફરતું રાખે છે.
એવી આનંદદાયી પ્રતીતિ થાય છે.
અને બીજી બાજુ ‘હું અને તું જુદા;
દૂર-સુદૂર’ આવે વિષાદ
મને બેચેન કરી મૂકે છે. - પૂજ્ય યશોવિજયસૂરિ (ક્રમશ:)