જુનાગઢમાં જીલ્લા કક્ષાની મહિલા દિનની ઉજવણી થઈ

જુનાગઢ તા.12
જુનાગઢ ખાતે એગ્રી બીઝનેશ સીસ્ટમ ઈન્ટરનેશન દ્રારા જીલ્લાના 15 ગામોની 125 થી વધુ ખેડૂત મહિલા પ્રતિનીધીઓની ઉપસ્થીતી આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી કરવામાં આવી હતીફ આ તકે મહિલાઓ માટે માર્ગદર્શન શીબીર, રમત-ગમત, ગીત-સંગીત જેવા આખો દીવસના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જીલ્લા આરોગ્ય વિભાગ તથા એએસઆઈ દ્રારા મહિલાઓને દવાઓ તથા સેનેટરી નેપકીનનું વિથરણ કરવામાં આવ્યું હતું.
વિશ્ર્વના પાંચ દેશોમાં અને ભારતના ચાર રાજ્યોમાં કાર્યરત એવી એગ્રી બીઝનેશ સીસ્ટમ ઈન્ટર નેશનલ સંસ્થા જુનાગઢના જીલ્લાના વંથલી તથા મેંદરડા ગામે ખેડૂતોના મુખ્ય પાકોમાં આવી રહેલ સમસ્યાઓના નિવારણ, માર્કેટ જોડાણ માટે માર્ગદર્શન, ખેતી ક્ષેત્રમાં વિકાસ અને મહિલાઓ પોતાના તકો અને અધિકારો માટે જાગૃત થયા તે માટે કાર્ય કરી રહી છે. અને તે અંતર્ગત મહિલા દિનની ઉજવણી કરવામાં આ તકે મેયરે આધશક્તિબેન મજમુદાર, ડીન શુરેશભાઈ રાઠોડ, માહિતી ખાતાના અશ્ર્વનભાઈ પટેલ, મેડીકલ કોલેજના ડો.નયનાબેન લનુમ બ્લોક હેલથ ઓફીસર ડો.મનીષાબેન સોજીત્રા સહિતના ગણમાન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જુનાગઢમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીમાં જીલ્લા ભરમાંથી આવેલા મહિલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા (ફોટો-મીલન જોષી-જુનાગઢ)