ચમારડીમાં 253 યુગલો કાલે ગૃહાસ્થાશ્રમમાં પ્રસ્થાનગોપાલ શેઠ દ્વારા છઠ્ઠા સમૂહલગ્નોત્સવમાં દિકરીઓને અનેક વસ્તુ અપાશે કરિવારમાં ;25મી માર્ચે આયોજન
અમરેલી,તા.12
બાબરાનાં ચમારડી ગામે ભામાશા ગોપાલભાઈ વસ્તરપરા પરિવારનાં આંગણે આગામી તા.રપ મી, માર્ચ જી.પી.વસ્તરપરા ટ્રસ્ટના નેજા હેઠળ છઠ્ઠો સમુહ લગ્ન સમારોહમાં રપ3નવદંપીતઓ પ્રભુતામાં પગલા માંડશે. સાથે સાથે મેગા રક્તદાન શિબીર, પર્યાવરણ તથા બેટી બચાવો અભિયાન પણ યોજાશે. જિલ્લાનાં ઉચ્ચ હોદ્ા ઉપર બીરાજતા રાજસ્વી રત્નોઓનું સન્માન પણ યોજાયો, પરિણય ઉત્સવનાં અઘ્યક્ષ વિશ્વ વંદનીય પ.પૂ. મોરારિબાપુ તથા સંતો મહંતો પીરેતરીકતો ઉપસ્થિતીમાં ચમારડીમાં લગ્નોત્સવની તૈયારીઓ થઈ રહી છે.
મુખ્ય દાતા અને આયોજક ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા આજે રપ3 ક્ધયાઓને લાખો રૂપિયાનો કરીયાવર એડવાન્સ આપી માનવતાની મહેક પ્રસરાવી હતી.199પમાં ચમારડીથી સુરત વ્યવસાય અર્પસ્થાપી થયેલા ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા પોતાનાં ધનભંડાર ગરીબ, મઘ્યમ વર્ગના પરિવારનાં ભલા માટે વાપરવાં સહિત પર્યાવરણ જાળવણી કરવાના સંકલ્પથી આગામી સમુહલગ્નમાં રપ3 ક્ધયા, વરપક્ષની પસંદગી બાબરા અને લાઠી તાલુકામાંથી થવા પામી છે.
આગામી સમુહલગ્નમાં સાત નિકાહ, ર46 સર્વ સમાજનાં હિન્દુ શાસ્ત્ર વિધીથી લગ્ન થશે. આ પ્રસંગે રાજકીય મહાનુભાવો ગોરધનભાઈ ઝડપીયા, નારણભાઈ કાછડીયા, દિલીપભાઈ સંઘાણી, ગણપતસિંહ વસાવા, બાવકુભાઈ ઉંઘાડ, હેમેન્દ્રભાઈ મહેતા, હિરાભાઈ સોલંકી, જયેશભાઈ રાદડીયા, વી.વી. વઘાસીયા, ભરતભાઈ બોઘરા, હર્ષભાઈ સંઘવી, ગોવિંદભાઈ પટેલ, મનસુખભાઈ ભુવા, સહિત રક્તદાન શિબિર બપોરે 1 થી 7 અને લગ્નોત્સવ સાંજે પ કલાકે,સ્ટેજ પોગ્રામ સાંજે પ:30 કલાકે, હસ્તમેળાપ સાંજે 6 કલાકે ક્ધયા વિદાય રાતે 9 વાગે અપાશે.
તેમ સમુહલગ્ન સમીતી આયોજક પરિવાર વતી રાજુભાઈ વસ્તપરા, ચંદુભાઈ ચીતલીયા દ્વારા સર્વોને ઉમટી પડવા આમંત્રણ અપાયું છે. બાબરાનાં ચમારડી ગામે સર્વજ્ઞાતી સમુહલગ્નોત્સવ ચમારડીથી વાવડી રોડ પાણીની ટાંકી નજીક યોજાશે તે માટે 300 વિદ્યા જમીનમાં સમીયાણું ઉભું થઈ રહયું છે. ત્યારે પાંચ હજાર સ્વયં સેવકો તેનાત રહી વ્યવસ્થા સંભાળશે. સી.સી. ટી.વી. કેમેરા પણ ગોઠવવામાં આવશે સમુહલગ્ન સમીતિ દ્વારા મોબાઈલ, હેલ્પલાઈન વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. તેમજ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરાશે.