અમરેલીમાં ઈન્કમ ટેક્ષ કચેરી તથા કરદાતા સેવા કેન્દ્રનો પ્રારંભ...!

અમરેલીમાં આજે કેરિયા રોડ ઉપર અતિ આધુનિક અને વિવિધ સુવિધાસભર ઇનકમ ટેક્ષ કચેરી તથા કરદાતા સેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇનકમ ટેક્ષ કમિશનર વિનોદ્કુમારે જણાવ્યું હતું કે, આજે પેન કાર્ડ મારફત કરદાતાના તમામ નાણાંકીય વહિવટ સરકાર પાસે ટેક્નોલોજી મારફત પહોંચી જતાં હોય છે, જેની તમામ માહિતિ ઇન્કમ ટેક્ષ વિભાગ પાસે રહે છે, અને હવે તેમાં પણ આધાર કાર્ડ લિંક થઈ જવા પામેલ છે. તેવાં સંજોગોમાં દરેક કરદાતાઓ પોતાનો કાયદેસર થતો ટેક્ષ સમયસર ભરી અને ચિંતા મુક્ત બને અને દેશના વિકાસમાં સહભાગી બને.
(તસ્વીર-મિલાપ રૂપારેલ-અમરેલી)