નાની કુંકાવાવમાં પરીણીતાને મરવા મજબૂર કર્યા ની રાવ

અમરેલી, તા.12
બાબરા તાલુકાના ત્રંબોડા ગામે રહેતા રમેશભાઈ મગનભાઈ સોલંકીની પુત્રીના લગ્ન વડીયા તાલુકાના નાની કુંકાવાવ ગામે રહેતા હાર્દિક ઉર્ફે અનિલ ઉકાભાઈ ગોરસવાર સાથે થયેલા અને મરણ જનાર વિલાસબેન સંયુકત કુટુંબમાં રહેતા હોય, જેથી તેણીના પતિહાર્દિક ઉર્ફે અનિલ, તેણીના જેઠ શૈલેષ ઉકાભાઈ, સાસુ હંસાબેન ઉકાભાઈ તથા જેઠાણી રેણુકાબેન શૈલેષભાઈ વિગેરેએ અવાર-નવાર વિલાસબેનને કહેલ કે તું કરિયાવરમાં ફૂટેલા વાસણો લાવેલ છો, રસોઈ બનાવતા કે કામ કરતા આવડતું નથી, તું સાવ ગાંડી છો, તેમ કહી મેણા-ટોણા મારી શારીરિક માનસિક દુ:ખત્રાસ આપી તેણીથી ત્રાસ સહન ન થતાં તા.7/3ના રોજ બપોરે ઘરમાં પંખા સાથે સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં તેણીને મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ વડીયા પોલીસમાં નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત સરકારની સૌની યોજના હેઠળનું કામ છેલ્લા થોડા સમયથી આ તાલુકામાં શરૂ થયેલ છે. જે કામ નાની કુંકાવાવ આસપાસ ચાલી રહયું છે. તેમ સરકાર પાસેથી કોન્ટ્રાકટ કામ મેળવી અને મુળ પાર્ટીએ મહેસાણાના નઝીરમીયા સિંઘુમીયાને પેટા કોન્ટ્રાકટ આપેલ હતો.
આ બનાવની વિગતો જોઈએ તો સદર નઝીરમીયાએ આ સૌની યોજનાનું ખોદાણ કામ આ કેસના આરોપીઓ દેવરાજ બેચરભાઈ તથા મુન્નો વિગેરે કુલ મળીને 4 ને કામ આપેલ હતું. કામની ક્ધડીશન મુજબ નાઝીરમીયા પાસે આ કામ પેટે આરોપીઓને રૂા. ર લાખ જેવી રકમ ચુકવી આપી હતી. બાકીની રકમ કામનું પેમેન્ટ આવ્યે ચુકવવાનો વાયદો હતો પરંતુ આ કામના આરોપીએ અગાઉ રકમની માંગણી કરતા ફરિયાદીએ રકમ અગાઉ આપવા ઈન્કાર કરતા આ બાબતનું મનદુ:ખ રાખી આરોપીઓને સ્થળ પરના એન્જીનિયર હિતેશ યાદવને તથા કામ કરતા બીજા 10 મજુરોને જાનથી મારી નાખવાની ધમકી આપી તમાને પોતાની બોલેરો ગાડીમાં ઉપાડી જઈને અપહરણ કર્યુ હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં જણાવેલ છે.
બાઈકને કારે હડફેટે લેતાં 3ને મોત
જાફરાબાદ તાલુકાના બલાણા ગામે રહેતા ભરતભાઈ મેરૂભાઈ સોલંકી ગત તા.6ના રાત્રીના8 વાગ્યાના સમયે રાજુલા કથામાંથી પોતાના ગામે જવા મોટર સાયકલ નંબર જી.જે.14 પર3પમાં પોતાની માતા દેવુબેન તથા સોનલબેન સાથે લઠપુર-લુણસાપુર વચ્ચેથી પસાર થતાં હતા ત્યારે કાર નંબર જી.જે.રપ જે. 6144ને પુરઝડપે ચલાવી અને મોટર સાયકલને હડફેટે લઈ આ ત્રણેયને નાની-મોટી ઈજા કરતાં તમામને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.