મોટા રીંગણીયાળા ગામે 18મીથી ભાગવત સપ્તાહ

ભાવનગર,તા.12
જાણીતા કથાકાર શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદજી ભટ્ટના વ્યાસાસને મોટા રીંગણીયાળા ‘નંદનવનફાર્મા’ ખાતે શ્રીમદભાગવતકથા તા.18/3થી તા.24/3/18 સુધી બાબુભાઇ નાગજીભાઇ ડોબરીયા આયોજીત ડોબરીયા પરિવારનાં પિતૃ
મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે સંગીતમય શૈલીમાં ભાવનગરવાળા જાણીતા ભાગવતચાર્ય શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ રસપાન કરાવશે. કથા દરમ્યાન વિવિધ પ્રસંગોની ઉજવણી થશે.