જૂનાગઢ કૃષિ યુનિ.ને કક્ષાના બે એવોર્ડ એનાયત

જૂનાગઢ, 9
જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટી, જૂનાગઢ ખાતે કૃષિ યુનિવર્સિટીનાં પાયા રૂપ મુખ્ય કામગીરી શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ખુબ જ સારી રીતે ચાલી રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલ બાયોટેકનોલોજી વિભાગમાં ખેડૂત ઉપયોગી ખુબ જ સારા સંશોધનો કરવામાં આવે છે અને આ વિભાગ ઘ્વારા તાજેતરમાં ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવાનાં ભાગ રૂપે એનપીકે ેનનોફર્ટીલાઈઝરર્સના સંશોધનોની કામગીરી કરવામાં આવે છે. આ એનપીકે નેનોફર્ટીલાઈઝરર્સનાં ઉપયોગથી રાસાયણિક ખાતરનો ઉપયોગ 5 થી 10 ગણો ઘટાડી શકાશે. જેથી ખેતી ખર્ચમાં ઘરખમ ઘટાડો થશે, ઉપરાંત જમીનનાં પર્યાવરણની જાણવણી થશે. યુનિવર્સિટીનાં આવા સંશોધનોને ખેડૂતો સુધી પહોંચાડવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો મહત્વનો ભાગ ભજવે છે. આ કામગીરીનાં ભાથ રૂપે સુરેન્દ્રનગર જીલ્લાનાં નાન કાંધાસર ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઘ્વારા રસાયણિક દવાઓનો ઉપયોગ ઓછો કરી જૈવિક દવાઓનો ઉપયોગ કરવા ખેડૂતોને ભલામણ કરી પર્યાવરણની જાળવણીમાં ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે.
બાયટેકનોલોજી વિભાગનાં એનપીકે નેનોફર્ટીલાઈઇઝરર્સનાં સંશોધન બદલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો પ્રથમ કર્મનો ‘કૃૃષિ શિક્ષા સન્માન એવોર્ડ- 2018’ મહિન્દ્રા સમૃઘ્ધિ ઈન્ડિયા એગ્રી એવોર્ડસ-2018 ઘ્વારા એનાયત કરવામાં આવ્યો છે.વધુમાં, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાન સર્મઘ્ધિ કાંધાસર (જી. સુરેન્દ્રનગર) ને વિતરણ સારી પ્રવૃતિઓને ઘ્યાને રાખી રાષ્ટ્રીય કક્ષાએ દ્રિતીય ક્રમનો ‘બેસ્ટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-2018’ નો એવોર્ડ મહિન્દ્રા સમૃધ્ધિ ઈન્ડીયા એગ્રી એવોર્ડસ- 2018 ઘ્વારા એનાયત થયેલ છે. આમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને રાષટ્રીય કક્ષાનાં બે અવોર્ડ પ્રાપ્ત થતા ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ
એવોર્ડ સમારંભમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને સંશોધન અને વિસ્તરણ બંને ક્ષેત્રોનાં કુલપતિ ડૉ. એ. એમ. પારખિયા, ડૉ. એચ. પી. ગજેરા, ડૉ. મહેન્દ્રસિંહ ચંદાવતને ન્યુ દિલ્હી ખાતે ભારત સરકારનાં કેબીનેટ કક્ષાનાં કૃષિ મંત્રી રાધા મોહન સિંઘ હસ્તક એનાયત થયેલ છે.