માના મૃત્યુનો શોક ખંખેરી જાહનવી સેટ પર હાજર: ‘ધડક’નું શુટીંગ કર્યું

મુંબઇ: 21મો જન્મદિવસ ઉજવનાર જ્હાનવી કપૂર ફિલ્મ ધડકના સેટ પર પરત ફરી છે. નોંધનીય છે કે ગત મહિને જ જ્હાનવી કપૂરે મોમ શ્રીદેવીને ગુમાવી છે. શશાંક ખેતાન દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ ધડકનું શૂટિંગ ગુરૂવારે સવારે જ્હાનવીના કો સ્ટાર ઈશાન ખટ્ટર સાથે બાંદ્રાના કાર્ટર રોડ પર શરૂ થયું હતું. એવા સમાચાર હતાં કે મોમના અચાનક જ અવસાન પછી જ્હાનવી થોડા સમયનો બ્રેક લેશે પરંતુ જ્હાનવીએ સેટ પર પરત ફરીને ટીમને સરપ્રાઈઝ આપી હતી. સેટ પર હાજર એક સૂત્રએ ખુલાસો કર્યો હતો કે, જ્હાનવી અને ઈશાન કેટલાક દિવસ બાંદ્રામાં શૂટિંગ કરશે.
જ્યાં ફિલ્મના રોમાન્ટિક સીન શૂટ કરવામાં આવશે. જ્યારે આવતા અઠવાડિયે ઇન્ટરવલ પછીની સ્ટોરીનું કામ પૂરું થશે. આ માટે બન્ને કોલકાતા જશે. ફિલ્મનું પહેલા હાફનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે. ડિરેક્ટરે એ વાત જણાવી હતી કે, અમે શૂટિંગ બીજીવાર શરૂ કર્યું છે. ટીમે કોઈ જ બ્રેક લીધો નથી. અમે મુંબઇમાં શૂટિંગ શરૂ કર્યું છે. આ પછી અમે કોલકાતા જઈશું. નોંધનીય છે કે ધડક 2016માં આવેલી સુપરહિટ મરાઠી ફિલ્મ સૈરાટની હિંદી રીમેક છે. નોંધનીય છે કે ડિસેમ્બરમાં શૂટિંગના પહેલા દિવસે જ્હાનવીના માતા-પિતા શ્રીદેવી અને બોની કપૂર ઉદયપુર સેટ પર હાજર હતાં.