રીલ હીરો રિયલ હીરોની સ્ટોરી શેર કરશે

સલમાને ગઈકાલે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે ઘણા લોકો સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટો પરથી લાગી રહ્યું છે કે તેઓ રિયલ હીરોઝ છે અને સલમાન તેમની જ સ્ટોરી શેર કરવાનો છે. આ ફોટો શેર કરતાં સલમાને ટવીટ કર્યું હતું કે આ સમય આપણા માટે સારા દેખાવાનો અને સારું કરવાનો છે. હું એવા લોકોની સ્ટોરી શેર કરવા જઈ રહ્યો છું જેમણે તેમની લાઇફમાં આપણા કરતાં સારું કામ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. કેટલાક લોકોને પોતાના કરતાં આગળ કરનાર, હિંમત દેખાડનાર, પોતાના કોઝ માટે લડત આપનાર રિયલ હીરોઝની સ્ટોરીઝ બહુ જલદી લઈને આવીશ. આ વિશેની માહિતી બહુ જલદી જાહેર કરવામાં આવશે.