ટ્વિટર પર બિગ-બીએ કર્યો ભગો; છતાંય અભિનંદન આપવા લોકોની લાઇન લાગી!

પછી કોઇએ ધ્યાન દોર્યુ કે, અમિતાભે ભૂલ કરી છે
નવીદિલ્હી તા.12
અમિતાભ બચ્ચન ટ્વિટર પર બહુ એક્ટિવ છે. અન્ય વાતો સાથે તે ખેલાડીઓના રેકોર્ડને બિરદાવવાનું ચૂકતો નથી પણ રવિવારે અમિતાભથી એક ભૂલ થઈ ગઈ. 11 માર્ચે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની તસવીર સાથે ટ્વિટ કર્યું જેમાં તેણે ટીમને જીતનાં વધામણાં આપ્યાં. તેણે સાઉથ આફ્રિકા સામે મળેલા વિજયને ઓસ્ટ્રેલિયા સામે મળેલા વિજય તરીકે જણાવી મહિલા ટીમને વધામણાં આપ્યાં. અમિતાભે જે ફોટો ટ્વિટ કર્યો છે એ ભારતીય મહિલા ટીમનો સાઉથ આફ્રિકા પર મળેલા વિજય બાદનો છે.
અમિતાભે ટ્વિટ કર્યું કે ઓસ્ટ્રેલિયા સામેની આ ઐતિહાસિક જીત માટે અભિનંદન મહિલા ક્રિકેટ ટીમને. ભારતીય ટીમે બેટિંગ અને ફિલ્ડિંગમાં કમાલનું પ્રદર્શન કર્યું. જેમિમા રોડ્રિક્સે બાઉન્ડરી પર કમાલનો કેચ પકડયો. અમને તમારા માટે ગર્વ છે.
અમિતાભના ટ્વિટ પર પહેલા લોકોએ અભિનંદન આપવાની શરૂઆત કરી દીધી. જોકે કેટલાક લોકોએ તેની ભૂલ તરફ
ધ્યાન પણ દોર્યું. લોકોએ જણાવ્યું કે આ તસવીર ઓસ્ટ્રેલિયા નહીં, આફ્રિકા
સિરીઝ સમયની છે. એક યૂઝરે લખ્યું લાગે
છે બચ્ચને હાઇલાઇટ્સ જોઈ લીધી છે તો અન્ય એક યૂઝરે લખ્યું બચ્ચને અત્યારથી ભવિષ્ય જોઈ લીધું છે.