શમીની પત્નીના તો આઠ વર્ષ પહેલા પણ તલાક થયા હતા!

મુંબઇ તા.12
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલ વિવાદો વચ્ચે ઘેરાયેલા છે. એક બાજુ ભારતીય ક્રિકેટ કટ્રોલ બોર્ડે તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે, તેવામાં તેના આઇપીએલમાં રમવા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે. શમીની પત્ની હસીન જહાંએ શમી પર આડાસંબંધો, ઘરેલૂ હિંસા સહિત અનેક આરોપો લગાવ્યાં છે. કલકત્તા પોલી, હસીન જહાંની ફરિયાદ બાદ શમી પર આઇપીસીની સાત ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ વચ્ચે હસીન જહાંના પૂર્વ પતિ સૈફુદ્દીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. પશ્ર્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાના સિઉડીમાં રહેતા સૈફુદ્દીને કહ્યું કે શમી પોતાની નિર્દોષતા સાબિત કરે. સાથે જ તેનું માનવું છે કે તે બંને સાથે બેસીને વાતચીત કરી લે તો મામલાનું નિવારણ આવી જશે.
હસની જહાંના પૂર્વ પતિનું કહેવું છે કે જો મોહમ્મદ શમીએ જો કંઇ ખોટુ કર્યુ હોય તો તેનું પરિણામ તે ચોક્કસ ભોગવશે. હસીન જહાં અને સૈફુદ્દીનના 2010માં તલાક થયાં હતાં. સૈફુદ્દીને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે હસીન જહાં સાથે શાળાના દિવસો દરમિયાન મને પ્રેમ થઇ ગયો હતો. તે પછી 2002માં અમે લગ્ન કર્યા. મારી બે પુત્રીઓ છે. હસીન પગભર થવા ઇચ્છતી હતી.
સાથે જ હસીનના પિતા મોહમ્મદ હુસૈને જણાવ્યું કે શમી અને હસીન વચ્ચે ક્યારેય અણબનાવ નથી થયો. તેમને લાગે છે કે આ મામલાનું નિવારણ ટૂંમ સમયમાં આવી જશે.
હસીનના પૂર્વ પતિનું માનવું છે કે શમીને ઘણી મહેનત બાદ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. તે ખૂબ જ નસીબદીર વ્યક્તિ છે. તેની બોલિંગ મને ખૂબ જ પસંદ છે.