હે મા માતાજી! દયા-ભાભી શો છોડે છે!!


મુંબઇ: સબ ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભુમિકા ભજવતી અભિનેત્રી દિશા વાકાણી ટૂંક સમયમાં શોને અલવિદા કહી દેશે. એક અહેવાલ અનુસાર ગર્ભાવસ્થા દરમિયાન દિશા શો છોડી દેશે તેવા અહેવાલો મળ્યાં હતા. પરંતુ તે પછી શોના નિર્માતાઓએ માર્ચમાં અભિનેત્રીની શોમાં વાપસી અંગે જણાવ્યું હતું. મિડિયા રિપોર્ટ્સ અનુસાર દિશા મેટરનિટી લીવના કારણે ઘમાં સમયથી શો માંથી ગાયબ છે. તેણે ગત વર્ષે સપ્ટેમ્બરમાં શો માટે છેલ્લી વખત શૂટ કર્યુ હતું. હાલ દિશા પોતાના લગ્નજીવનમાં વ્યસ્ત છે. તે પોતાની બાળકીને સમય આપવા માંગે છે. તેવામાં દિશા શોમાં પરત ફરે તેવી શક્યતા ઓછી છે.
ઉલ્લેખનીય છે કે દિશાએ વર્ષ 2015માં મુંબઇના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પંડ્યા સાથે લગ્ન કર્યા હતાં. ગત વર્ષે નવેમ્બરમાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે શોના મેકર્સ એક નવા ચહેરાની તલાશમાં છે.
જણાવી દઇએ કે આ સુપરહિટ શોમાં જેઠાલાલની પત્ની દયાબેનની ભુમિકા દિશા નિભાવે છે. પોતાના અનોખા અંદાજના કારણે તેને આ શોમાં ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. શોમાં તદેની ડાલોગ ડિલિવરીનો અંદાજ હટકે છે. આ ઉપરાંત તેણે જોધા-અકબર, દેવદાસ અને મંગલ પાંડે જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.